યુવતી પોતાનો જીવ આપવા માટે ચાલતી ટ્રેનની સામે પાટા પર ઉભી હતી, ઓટો ડ્રાઈવરે તેને ખેંચીને તેનો જીવ બચાવ્યો હતો…

હિન્દુ ધર્મમાં એવું કહેવામાં આવે છે કે વ્યક્તિને ઘણા જન્મ પછી મનુષ્યનો જન્મ મળે છે. જો આપણને મનુષ્યનો જન્મ થયો હોય તો આપણે ખૂબ નસીબદાર છીએ. આપણી પાસે સારા કાર્યો કરવાની, સમાજની સેવા કરવાની, લોકો સાથે જોડાવાની તક છે. આ પ્રકૃતિ અને કુદરતે બનાવેલી દરેક વસ્તુને જાણવાની અને સમજવાની તક છે. પુરાણો અને શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે દરેક મનુષ્યનો જન્મ અને મૃત્યુ પેહલાથીજ લખાયેલું હોઈ છે.

અમે આ બધી વાતો એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે, ઘણા લોકો આ જીવનની કિંમત નથી સમજતા. કેટલાક લોકો નાની મુશ્કેલીઓમાં આવીને આ જીવનનો અંત લાવવા માંગે છે. દેશમાં પણ આત્મહત્યાના કેસો વધવા લાગ્યા છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેનના ક્રોસિંગ પર એક રિક્ષા ઉભી છે. ટ્રેન આવવાની છે. દરમિયાન એક યુવતી રિક્ષાને પાર કરીને બહાર આવે છે.

રિક્ષાની આગળ ગયા પછી, છોકરી ટ્રેનના પાટા પર ઉભી છે. તે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે. પછી રિક્ષાચાલક તેની પાસે ધસી આવે છે અને તેને ત્યાંથી જવાનું કહે છે પણ છોકરી હલતી નથી. દરમિયાન, ટ્રેન તેની પાસે ઝડપથી આવે છે, આ કિસ્સામાં રિક્ષા ડ્રાઈવર પોતાની તૈયારી બતાવીને તેને પોતાની તરફ ખેંચે છે અને છોકરીનો જીવ બચાવે છે.

 

View this post on Instagram

 

A post shared by GiDDa CoMpAnY (@giedde)

જો થોડીક સેકન્ડનો સમય થયો હોત તો યુવતીને ફુલ્લ સ્પીડથી આવતી ટ્રેને ટક્કર મારી હોત. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. યુવતીને બચાવનાર ઓટો ડ્રાઈવરની બધે પ્રશંસા થઈ રહી છે. જો ઓટો ડ્રાઈવરે બહાદુરી ન બતાવી હોત તો છોકરીનું મોત થઈ શક્યું હોત. ટ્રેન પસાર થયા બાદ યુવતીના રડવાનો અવાજ સાંભળી શકાય છે. દરમિયાન રેલવે ફાટકનો સ્ટાફ પણ આવ્યો હતો અને તેઓએ યુવતીના મોબાઇલ પરથી તેના પરિવારના સભ્યોને ફોન કરીને તેને ત્યાં બોલાવી હતી. યુવતીનો પરિવાર તેને પોતાની સાથે લઈ ગયો.

મળતી માહિતી મુજબ, બાળકીનો જીવ બચાવનાર ડ્રાઈવરનું નામ મોહસીન છે. હવે સીએમ શિવરાજ ચૌહાણે પણ તેમના વખાણ કર્યા છે. ઓટો ડ્રાઇવર મોહસીન શાહે આ કેસમાં જણાવ્યું હતું કે તે કેટલાક લોકો સાથે સોમવારે સવારે પોલિટેકનિક કોલેજ તરફ જઇ રહ્યો હતો. ટ્રેનના આગમન પહેલા સોનાઘાટીનું રેલવે સ્ટેશન બંધ થવાના કારણે તે ત્યાં રોકાઈ ગયો. તે જ સમયે, એક યુવતી તેના મો ઉપર દુપટ્ટો લપેટીને રડી રહી હતી. ટ્રેનનું હોર્ન સંભળાય કે તરત જ તેણે મોબાઈલ પર કોઈની સાથે વાત કરી અને તરત જ ફાટક પાર કરીને પાટા પર ઉભી રહી.

મોહસીને આ અંગે કહ્યું કે, હું તેને બચાવવા દોડી ગયો. મેં તેને પકડિ અને તેને ખેંચવા લાગ્યો, પણ તે દૂર જતી ન હતી. સમજાવવા પછી પણ તે છોડવા તૈયાર નહોતી. પછી યુવતીએ તેના પરિવાર વિશે કહ્યું. મળતી માહિતી મુજબ યુવતી MBA પાસ છે. તે લાંબા સમયથી તેના સ્વાસ્થ્યને લઈને ચિંતિત હતી. તે અનેક રોગોથી ઘેરાયેલી હતી. આ કારણે તે ડીપ ડિપ્રેશનમાં હતી.
સલામ છે આ રીક્શા ડ્રાઈવરને..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *