રોજ 1 ચમચી આ વસ્તુ ખાઈ લેવાથી વાળ ખરતાં બંધ થઈ જશે, 15 દિવસમાં દેખાશે અસર..

અત્યારે ભાગ્યે જ કોઈ એવું હશે જેના વાળ ખરતાં ના હોય. દર 10માંથી 8 લોકોને વાળ ખરવાની સમસ્યા થાય છે. મહિલા હોય કે પુરૂષો બધાંના ખૂબજ વાળ ખરે છે. જેને દવાઓથી રોકવું મુશ્કેલ છે. પણ જો તમે ઘરે જ કેટલાક અસરકારક નુસખાઓ અપનાવશો તો તમને ચોક્કસથી ફાયદો થશે અને વાળ ખરતાં બંધ થઈ જશે. તો ચાલો જાણી લો એવા જ 10 નુસખા.

 • તેલથી માથામાં આંગળીના ટેરવાથી મસાજ કરો. તેનાથી માથામાં લોહીનું પરિભ્રમણ વધશે અને વાળ ખરતાં અટકશે.

 • આમળાનું તેલ વાળનાં મૂળમાં લગાવો, આનાથી વાળ મજબૂત બનશે.
 • કોપરાનું દૂધ વાળનાં મૂળમાં લગાડી ધીરે ધીરે મસાજ કરો, આ ઉપાય કરવાથી વાળ હેલ્ધી બનશે.
 • શિયાળામાં રોજ 3 થી 4 આમળા ખાઓ. આમળા વાળ માટે વરદાન સમાન છે.
 • નિયમિત રાતે 1 ચમચી ત્રિફળાનું ચૂર્ણ પાણી સાથે લો. આનાથી વાળ સંબંધી સમસ્યાઓ દૂર થશે. વાળ ખરશે નહીં અને 15 દિવસમાં અસર દેખાશે.
 • રોજ રાત્રે સૂતા પહેલાં ગાયનું ઘી પગના તળિયા પર લગાવી ઘસો.

 • લોખંડના વાસણમાં આમળાના ચૂર્ણને પાણીમાં પલાડી માથામાં લગાડવાથી વાળ સફેદ થતાં અટકે છે અને વાળ મજબૂત થાય છે.
 • અઠવાડિયે એક વખત હોટ ટોવેલ અને ઓઈલિંગ કર્યા પછી 10 થી 15 મિનિટ માટે વાળમાં દહીં નાખવું અને શેમ્પૂ કરવું આનાથી વાળનો ગ્રોથ વધે છે અને ખરતાં અટકે છે.
 • આંબાની ગોટલી અને આમળાને પાણીમાં પલાડી માથામાં લેપ કરવાથી વાળ કાળા અને લાંબા થાય છે.

 • વાળને લાંબા અને ચમકદાર બનાવવા માટે અઠવાડિયામાં એક વખત માથામાં હૂંફાળુ તેલ લગાડવું.
 • કોપરેલ અને લીમડાનું તેલ સરખા પ્રમાણમાં ભેળવી હળવા હાથે માલિશ કરવાથી વાળ ખરતાં અટકી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *