કેટલાંક લોકો એવું કહે છે કે અસલી જીવન 40 પછી શરૂ થાય છે, પરંતુ એ યોગ્ય નથી, તો એવું શું કરવું 20 થી 25 વર્ષ ની વય માં કે 40 વર્ષ પછી થી જીવન એકદમ સરળ થઈ જાય?પહેલા તો એટલું જાણી લઈએ કે જીવન ક્યારેય સરળ હોતુજ નથી પછી ઉંમર કોઈપણ હોય. દરેક ઉંમર નો પોતાનો અલગ સંઘર્ષ હોય છે,જ્યારે 20 વર્ષ ના હોઈએ ત્યારે વિચારતા હોઈએ કે મોટી કાર અને સારા બ્રાન્ડેડ કપડાં હોવા જોઈએ જ્યારે 40 વર્ષે એ મળે તો એમ થાય કે હવે તો મોડું થઈ ગયું છે.ઓછા થતા વાળ અને વધતી કમર પર બ્રાન્ડેડ કપડાં એટલા સારા નહી લાગે, મતલબ કે સમય ની સાથે આપણી જરૂરિયાતો બદલતી રહેતી હોય છે.
જો તમે ઇચ્છો છો કે 40 વર્ષ ની ઉંમરે સમાજ માં મારું પદ અને પ્રતિષ્ઠા સારી હોય તો તમારે 20 વર્ષ થીજ એ દિશા માં વિચારવાનું અને કામ કરવાનું શરૂ કરી દેવું જોઈએ, જેમ કે જેટલી બને તેટલી વધારે ઓળખાણ બનાવવી અને જેટલું બને તેટલું વધારે સામાજિક કામો માં હિસ્સો લેવો.અને સારા કામો કરવા જેથી સમાજ માં પ્રતિષ્ઠા અને પદ વધે. અને ખાસ મહત્વ ની વાત, કોઈ એક કળા માં કુશળ બનવું, અને શક્ય હોય તો નોકરી ની સાથે કમાણી નો એક કરતાં વધારે સ્રોત ઉભા કરવા જોઈએ.કેમ કે 40 વર્ષ પછી એ સ્ત્રોત ખુબજ મહત્વ નો સાબિત થશે.
હવે 40 પછી જિંદગી જીવીશું એવું વિચારીને પોતાના 20 અને 30 ના દશકા વ્યર્થ ના કરવા જોઈએ.એનો અર્થ એવો પણ નથી કે 40 વર્ષ સુધીમાં બધું ખર્ચ કરી દેવું અને 40 પછી રોડ પર આવી જવું પણ બંને માં સંતુલન રહેવુ જરૂરી છે.એક તો એવું માનીને ચાલવું કે 40 પછી કોઈ એવી જાદુઈ લાકડી નથી કે બધી સમસ્યાઓ પુરી થઈ જશે. બસ સ્વસ્થ રહો અને પાતળા રહો કેમ મેં ભારતીય લોકો નું પેટ 40 વર્ષ પછી નીકળવાનું શરૂ થઈ જતું હોય છે.પરંતુ આવક ના એક કરતાં વધારે સ્રોત જરૂર બનાવીને રાખવા જોઈએ,રોકાણ કરો જેથી 40 પછી એક સુનિશ્ચિત આવક આવતી રહે. અને સૌથી મહત્વનું એ છે કે તમારા જીવનસાથી ની પસંદગી યોગ્ય કરો નહીં તો બધી યોજનાઓ અને આકાંક્ષાઓ પર પાણી ફરી શકે છે.
નોંધ : – રસોઈ શીખી લેવી,ખાસ કરીને પુરુષો માટે, આમ પણ આજકાલ ની સ્ત્રીઓ ને રસોઈ બનાવવા માટેનો અણગમો ખૂબ હોય છે, એવામાં જો તમે રસોઈ બનાવવાનું શીખી લો છો તો 40 સુધીમાં તમારા ઘર નો આખો માહોલ બદલી જશે.ઘણા દુરંદેશી પુરુષો આ બાબત પહેલે થી માની ચુક્યા છે અને રસોઈ શીખી લીધી છે અને આમ પણ ભવિષ્યમાં એવાં પુરુષો ને વધારે મહત્વ મળશે જે રસોઈ બનાવવામાં કુશળ હશે, માટે આત્મનિર્ભર બનો.
તો દોસ્તો આ હતી કેટલીક ટિપ્સ જે તમને 40 વર્ષ પછી ની જિંદગી સરસ રીતે જીવવામાં મદદરૂપ થઇ શકે છે.તો અપનાવો અને માસ્ટ રહો.
author by :- prayaggraj