2021 રાશિ ભવિષ્ય આ સાત રાશિ બનશે કરોડપતિ, જાણો તમારી રાશિનું ભવિષ્ય 2021 નું…

૨૦૨૦ નું વર્ષ દરેક લોકો માટે માઠું રહેલું છે. જ્યારે 2021 ને લઈને દરેક લોકો ના મનમાં એ પ્રશ્ન હોય છે કે 2021 નું વરસ મારા માટે કેવું રહેશે?

ડિસેમ્બર મહિનો પૂરો થવા આવી રહ્યો છે, અને નજીકમાં જાન્યુઆરી મહિનો આવી ગયો છે. ગુરુ ગ્રહ અને શનિ ગ્રહ પોતાની ચાલ બદલી રહ્યો છે. ગુરુ ગ્રહ ની ચાલ સિદ્ધિ છે જેના કારણે 2021 નુ વર્ષ તમામ રાશિઓ માટે સારું છે પરંતુ સાત રાશિ એવી છે જેના ઉપર પૈસા નો વરસાદ થઈ જશે. મા લક્ષ્મી તેના પર હંમેશા હશે.

આજે દરેક લોકો પોતાના ભવિષ્યને લઇને ચિંતિત હોય છે. તેથી તે જ્યોતિષો પાસે જઈને પોતાની રાશિ વિશે જાણવાનો પ્રયત્ન કરે છે. અને પછી જ પોતાનું કામ આગળ વધારે છે.તો હવે 2020 નું વર્ષ પૂરું થવા આવી રહ્યું છે તેથી જો તમે પણ 2021નુ વર્ષ તમારા માટે કેવું રહેશે એ વિશે જાણવા માંગતા હોય તો, આ આર્ટીકલ જરૂરથી વાંચો.

આમ જોઈએ તો 2020 નું વર્ષ દરેક લોકો માટે ખૂબ ખરાબ રહ્યું છે. તેથી જ લોકો 2021 ના વર્ષમાં થોડું સારું થવાની આશા રાખી રહ્યા છે. લગ્ન રાશિમાં આ ગ્રહણ અને નક્ષત્રની સ્થિતિ બધી રાશિઓ માટે ભવિષ્ય રજૂ કરે છે.પરંતુ જો બને કેરિયરની દ્ષ્ટિએ મેષ, કર્ક ,મકર અને મીન રાશિ માટે નવુ વર્ષ ખૂબ સારું રહેશે.

મેષ રાશિ:-મેષ રાશિના જાતકો માટે 2021નુ વર્ષ ખૂબ લાભદાયી રહેશે. ઈચ્છિત ફળની પ્રાપ્તિ થશે. કરિયર અને વ્યવસાયના દસમા ઘરમાં ઘણા ગ્રહો ની સ્થિતિ આખુ વર્ષ સારી રહેશે. વ્યવસાયમાં સારી સફળતા મળશે. નવા વર્ષમાં નવા અવસર મળશે. જ્યારે ઘણા ચાહકો ને વિદેશી કંપનીઓ સાથે પણ સંપર્ક થશે. તેથી આ વર્ષે સફળતા મળવાની પૂરી સંભાવના છે. જાન્યુઆરી એપ્રિલ અને સપ્ટેમ્બર ખૂબ સારા અવસર મળશે.

વૃષભ રાશી:-વૃષભ રાશિના જાતકો માટે 2021નુ વર્ષ ખૂબ સારું રહેશે. વ્યવસાય અને કેરિયરનો સ્વામી આખું વર્ષ ભાગ્યને નસીબના ઘરમાં રહેશે. તમારા વિચારોને પ્રયાસોને ભરપૂર સમર્થન મળશે. સરકારી નોકરી સાથે જોડાયેલા જાતકો માટે પદ્મા ઉન્નતિ અને વેતન વૃદ્ધિ થશે.પરંતુ ૨૩મીથી સુધીના સમયમાં થોડું સંભાળીને રહેવું આ સમયમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે.

મિથુન રાશિ:-મિથુન રાશિના જાતકો માટે 2020 નું વર્ષ ઉતાર-ચઢાવ, બદલાવ અને ઘણી અઘટિત ઘટનાનું રહી શકે છે.જાન્યુઆરીથી લઈને માર્ચ સુધી દસમાં ઘરના સ્વામી બૃહસ્પતિની સાથે ગ્રહ પરિવર્તન અને બદલાવના આઠમા ઘરમાં સ્થિત છે. તેથી કરિયરમાં ઘણી સમસ્યા અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેથી આ સમયે આશાવાદી રહો અને પોતાના કાર્યમાં ધ્યાન આપો. માર્ચ થી લઈને સપ્ટેમ્બર સુધીમાં ઘણા સારા અવસર પણ મળી શકે છે.

કર્ક રાશિ:-કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ કર્ક રાશિના જાતકો માટે 2021નુ વર્ષ ખૂબ શુભ સાબિત થશે. તમારા દસમા ઘરનો સ્વામી મંગળ પોતાના ઘરમાં સ્થિત થાય છે. નોકરી અને વ્યાપારમાં લાંબા સમયથી ચાલતી બધા વર્ષે પૂરી થઈ જશે. વેતન વૃદ્ધિ અને ઉચ્ચ પદ માં પણ સફળતા મળશે. સાતમા સ્થાનમાં શનિની ઉપસ્થિતિ વ્યવસાયમાં સારી સફળતા મળે છે.જે લોકો નોકરી છોડીને વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમને માટે આ વર્ષ ખૂબ સારું છે.

સિંહ રાશી:-2021 ના વર્ષમાં સિંહ રાશિના જાતકો માટે ખુબ સરસ પરિણામ લાવી શકે છે. આ વસમા તમે મહાન ઉપલબ્ધિઓ મેળવવામાં સફળ થઇ શકો છો.ગ્રહો ની સ્થિતિ જણાવે છે કે તમે પોતાના કાર્યક્ષેત્રમાં વધારે મહેનત અને કુશળ થઈને ઉપર આવશો. કૂટનીતિ અને ચતુરાઇ ભરેલો વ્યવહાર તમને કઠિન સ્થિતિનો સામનો કરવામાં મદદ કરશે. વરિષ્ટ પ્રબંધનથી તમને પ્રશંસા મળશે. જાન્યુઆરીથી ૧૩ એપ્રિલ અને નવેમ્બરથી વર્ષના અંત સુધી સંભાળીને રહેવું.

કન્યા રાશિ:-2021 નું વર્ષ કન્યા રાશિના જાતકો માટે જે વ્યવસાય ની દ્રષ્ટિએ સારી શરૂઆત કરશે. કરિયાણા મામલે આગળ વધવામાં સફળતા મળશે. જ્યારે પાંચમા સ્થાનમાં શનિની ઉપસ્થિતિ ધ્યાન ભંગ કરવાનું કામ કરી શકે છે. એપ્રિલ અને સપ્ટેમ્બરની વચ્ચેનો સમયગાળો સારી સાબિત થઇ શકે છે.જો તમારે નોકરી બદલાવી છે અથવા વ્યવસાયને લઇને કોઇ નિર્ણય લેવો છે તો આ સમય ખૂબ મહત્વપૂર્ણ છે. 16 એપ્રિલ થી લઈને એક મે સુધીમાં કરીઅરને લઈને થોડી પરેશાની થઇ શકે છે.

તુલા રાશિ:-જાન્યુઆરીથી માર્ચ 2021મી વચ્ચેનો સમય તુલા રાશિના જાતકો માટે આળસ અને કંટાળાનો રહેશે. તેમના કામ પર તેનો પ્રભાવ પડશે. ત્યાર પછી સફળતા ના બીજા રસ્તા પણ ખુલી શકે છે. માર્ચમાં રાશિના 11માં ઘરનો સ્વામી સૂર્યની સાથે છઠ્ઠા સ્થાનમાં પ્રવેશ કરે છે. જેના પછી કાર્યક્ષેત્રમાં આગળ વધવાના અવસર મળી શકે છે.7 એપ્રિલ થી 14 સપ્ટેમ્બર સુધી બુદ્ધિના પાંચમા ઘરમાં બૃહસ્પતિને ઉપસ્થિતિ નવા વિચારો ને જન્મ આપે છે. અહીંથી તમારી સ્થિતિ વધુ સારી થશે.

વૃષીક રાશિ:-આ રાશિના જાતકો માટે ત્રીજા ભાવ અને ચર રાશિમાં ગ્રહોની સ્થિતિ વૃષીક રાશિના જાતકો માટે અનુકૂળ પરિણામ નહીં લાવે. ગ્રહોની સ્થિતિ તમારી અંદર આત્મવિશ્વાસની ઊણપ અને સુસ્તીનું કારણ બનશે. જેના કારણે તમે કોઈપણ કામ સારી રીતે નહીં કરી શકો.આ સિવાય તમારી લગ્ન રાશિ માં કેતુ ગ્રહની ઉપસ્થિતિ આક્રમકતા અને બેચેનીને વધારે છે. વર્ષના પહેલા છ મહિના માટે સ્થિતિ અનુકૂળ નહીં રહે.જો તમે નવી નોકરી મેળવવા માટે તેમજ નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો હજી થોડી રાહ જુઓ.

ધન રાશિ:-2021 નું વર્ષ કરિયર અને વ્યવસાયની દ્રષ્ટિએ સારા પરિણામ લઇને આવી શકે છે. જાન્યુઆરીથી લઈને એપ્રિલ 2021 સુધી થોડું વધુ શ્રમ કરવાની જરૂર છે. કારણ કે આ સમય દરમિયાન તમારી રાશિનો સ્વામી દુર્બળ અવસ્થામાં રહેશે. જોકે એપ્રિલ 2021 થી જ્યારે બૃહસ્પતિ તમારા ત્રીજા ઘરમાં આવશે ત્યારે સક્રિયતા, સાહસ અને આત્મવિશ્વાસમાં વધારો થશે. નોકરીમાં વધુ સારું પરિણામ મળશે. મેં, જૂન , ઓગસ્ટ, સપ્ટેમ્બર તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ રહેશે. તમારા ભાગ્યના સ્વામી સૂર્યની સ્થિતિ સારી રહેશે.

મકર રાશિ:-કરિયર અને વ્યવસાયની દ્રષ્ટિએ 2021 વર્ષ આ રાશિના જાતકો માટે ખૂબ સારું રહેશે. ગ્રહોની સ્થિતિ કરી અને વ્યવસાયમાં ખૂબ સારી સફળતા મેળવી આપે છે. ભાગ્ય અને નસીબ પણ સાથે રહેશે. તમારા કરિયરમાં નવી નવી સફળતા મેળવી શકશો. ભાગ્ય અને નસીબને પણ સાથે રહેશે. 6 એપ્રિલથી તમારા દસમા ઘરમાં બૃહસ્પતિ સકારાત્મક પરિણામ આપે છે. જોકે જૂનથી ઓકટોબર સુધી કરિયરમાં થોડી પરેશાની થઇ શકે છે. જો તમે નવી નોકરી માટે જઈ રહ્યા છો તો માર્ચ, એપ્રિલ,ઓક્ટોમ્બર, નવેમ્બર અને ડિસેમ્બર તમારા માટે ખૂબ શુભ રહેશે.

કુંભ રાશિ:-આ રાશિના જાતકો માટે ગ્રહોની સ્થિતિ વ્યવસાયમાં ઉતાર-ચડાવ આવવાની સંભાવના દર્શાવે છે.કુંભ રાશિના જાતકો માટે જાન્યુઆરી ,ફેબ્રુઆરી અને એપ્રિલ મહિનામાં ઇચ્છિત ફળ મળી શકે છે. સહ કર્મીઓ થી સહયોગ મળશે.નવેમ્બર અને મહિના પોતાના ક્ષેત્રમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે ખૂબ સારા રહેશે. ઉચિત વિચાર કર્યા વગર કોઈ પણ કામમાં સામેલ થવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેથી સારૂ પરિણામ લાવવા માટે પોતાની પ્રવૃત્તિ પર ધ્યાન આપો.

મીન રાશિ:-મીન રાશિના જાતકો માટે 2021માં જાન્યુઆરીથી માર્ચ સુધી ઘણી સારી સફળતા મળી શકે છે. તમે આ સમયમાં ખૂબ વ્યસ્ત રહેશો.મીન રાશિના જાતકો પોતાના વ્યવસાયમાં શોધી રહ્યા હોય તો તેમને અને ઓગસ્ટમાં સારા સમાચાર મળી શકે છે. 7 એપ્રિલ થી ૧૪ સપ્ટેમ્બર ની વચ્ચે તમારે પોતાના વ્યવસાયને લગતી યાત્રા કરવી પડશે. નોકરીમાં પદ્મા ઉન્નતિ થઈ શકે છે.નોકરી અને વ્યવસાયમાં નવા અવસર શોધી રહેલા લોકો માટે ધૂન અને ઓગસ્ટમાં સકારાત્મક પરિણામ મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *