આપણા દેશમાં ઘણા મંદિરો આવેલા છે અને દરેક મંદિરનું અલગ-અલગ રીતે ભક્તિભાવ અને ચમત્કાર જોવા મળે છે. ઘણા કિસ્સાઓ એવા હોય છે જે લોકોને વિચારવા પર મજબુર કરી દે છે. જયારે મંદિરની વાત કરીએ ત્યારે મંદિરમાં પણ કઈક આવું જ જોવા મળે છે. અને તે પણ આપણા દેશમાં ઘણા મંદિર એવા છે. તમને વિચારવા મજબૂર કરી દેછે.
તો ચાલો અમે તમને જણાવીએ કે આ મંદિરનું નામ ભીવાની ના ભોંજાવાલી દેવી છે. મંદિરની ખાસિયત એ છે કે અહીં દેવીની પ્રતિમા વિભિન્ન રંગ બદલે છે. આ મંદિર હરિયાણામા છોટા કાશી ના નામે વિખ્યાત છે. ભિવાની માં આમ તો ઘણા બધા નાના-મોટા મંદિરો છે. પણ આ મંદિરની વિશેષતા સૌથી અલગ જ છે. અને તેથી જ શ્રદ્ધાળુઓ આ મંદિર માં વધારે આકર્ષાય છે.
આપણા દેશમાં નવરાત્રી નો મહિમા ખૂબ જ વધારે છે અને તે જ સમયે આ મંદિરમાં ચમત્કાર જોવા મળે છે. જાણકારી અનુસાર આ મંદિર ૭૦૦ વર્ષ પહેલા બનાવવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓ અનુસાર ભોંજાવાલી દેવી નવરાત્રી દરમિયાન અલગ અલગ રૂપો પણ બદલે છે. અને નવરાત્રી દરમિયાન ભક્તો અહીં પોતાની ઈચ્છાઓ શ્રદ્ધાપૂર્વક દેવી સમક્ષ રજૂ કરે છે.
