આ ચમત્કારી શિવલીંગની લંબાઈ દર વર્ષે વધે છે , અત્યારે આ શિવલિંગની ઊંચાઈ…

0
16

આપણા દેશના ઘણા બધા શિવલિંગ આવેલા છે અને તેનો ચમત્કાર પણ અલગ-અલગ રીતે જોવા મળે છે તે જ રીતે ગરિયાબંદ જિલ્લાના મારોડા ગામના જંગલોની વચ્ચે એક પ્રાકૃતિક શિવલિંગ છે, જે ભૂતેશ્વર નાથ ના નામે ઓળખાય છે. આ વિશ્વનું પ્રાકૃતિક શિવલિંગ છે. સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે આ શિવલીંગ આપ મેળે જ મોટી થઈ જાઈ છે. અને તે પણ તમે જોઈ શકો છો.ભારત સરકાર હા શિવલિંગ ઉપર તપાસ રાખી રહી છે ત્યારે જાણવા મળ્યું કે આ જમીનથી લગભગ 18 ફુટ ઉચ્ચ અને 20 ફુટ રાઉન્ડમાં છે. મહેસૂલ વિભાગ દ્વારા દરવર્ષે આની લંબાઈ માપવામાં આવે છે, જે નિરંતર ૬ થી ૮ ફૂંટ વધતી રહે છે. આ શિવલિંગ વિષે જણાવવામાં આવે છે કે આજથી સેકડો વર્ષ પૂર્વ જમીનદારી પ્રથા સમયે પારા ગામના નિવાસી શોભા સિંહ જમીનદારની અહી ખેતી વાડી હતી.

આ ગામમાં રહેતા શોભા સિંહ જયારે પોતાના ખેતરમાં રાત્રે જતા ત્યારે તે ખેતર પાસે એક વિશેષ આકૃતિના ટેકરામાંથી આખલા સિંહની ચીસો પાડવાનો અવાજ આવતો. અનેક વાર આ અવાજ સાંભળ્યા પછી શોભા સિંહે આ વાત ગ્રામજનોને જણાવી. ગ્રામજનો એ પણ આ અવાજ અનેક વખત સંભાળ્યો હતો.

ગામ વાળા ને પહેલા તો આ એકલા જ લાગતું હતું અને તેમણે આસપાસ જઈને તપાસ કરી પરંતુ કંઈ જણાતા નહીં સમગ્ર ગ્રામજનો એ આખલો અને સિંહની આજુબાજુ શોધ કરી, પરંતુ દુર-દુર સુધી કોઇપણ જાનવરો ન મળ્યા અને આ ટેકરાં પ્રત્યે લોકોની શ્રધ્ધા વધવા લાગી. આ ધટના અંગે પારા ગામના લોકો જણાવે છે કે આ ટેકરો પહેલા નાનો હતો. ધીરે ધીરે આની ઊંચાઈ અને ગોળાઈ વધવા લાગી. જે આજે પણ પ્રકાશન છે. આ જગ્યા ભૂતેશ્વરનાથ, ભકુરા મહાદેવ ના નામે ઓળખાય છે.આ શિવલીંગનું પૌરાણિક મહત્વ વર્ષ ૧૯૫૯ માં ગોરખપુરથી પ્રકાશિત ધાર્મિક સામયિક કલ્યાણના વાર્ષિક અંકના પાનાં નંબર ૪૦૮ માં ઉલ્લેખ કર્યો છે. જેમાં આને વિશ્વનો એક મહાન અને વિશાળ શિવલિંગ વર્ણવ્યો છે. એ પણ દંતકથા છે કે આની પૂજા બીન્દનવાગઢ ના છુરા નરેશ ના પૂર્વજો દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત દંતકથા એ પણ છે કે ભગવાન શિવ-પાર્વતી ઋષિ મુનિઓના આશ્રમમાં ભ્રમણ કરવા આવ્યા ત્યારથી અહી તેઓ સ્થાપિત થઈ ગયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here