અહીં માણસના સાહસ વિશે જણાવવામાં આવ્યું છે. આ જાણશો તો તમારા આંખના આંસુ રોકાશે નહિ. જીના ઇસી કા નામ હૈ..

  • by

આમ તો આ ગીત ખુબજ લોકપ્રિય છે, અને વારંવાર સાંભળવું ગમે તેવું છે જેના શબ્દો પણ એટલાજ હૃદય માં ઉતરે અને સમજાય તેવા છે,વર્ષ 1959 ની ૠષિકેશ મુખરજી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ અનાડી નું આ ગીત જેને મહાન ગાયક મુકેશજી એ પોતાનો સ્વર આપેલો.

આ તો ટેવ મુજબ જાણકારી આપવાની વાત થઈ, પરંતુ જો આ ગીત સાંભળીયે અને સમજીએ તો મને નથી લાગતું કે જીવન એટલું અઘરું છે જેટલું આપણે બનાવી નાખ્યું છે, જ્યાં જોવો ત્યાં કાગારોળ અને દોડાદોડ માં આપણે એજ ભૂલી ગયા છીએ કે જે માટે આ બધું સવાર થી સાંજ સુધી કરીયે છીએ એ જીવન તો દૂર છૂટી ગયું છે.

કેમ આટલી નાની વાત આપણી સમજ માં નથી આવતી કે જ્યારે જ્યારે માણસ માત્ર સ્વકેન્દ્રી થયો છે ત્યારે ત્યારે માનવજાત ને સહન કરવું પડ્યું છે, શુ કામ એવું ના વિચારી શકીએ કે કોઈ ના દુઃખ માં ખરા અર્થ માં સહભાગી બનીએ, અને જોવા જઈએ તો જે માણસ પોતાની જાત ને ખૂબ દુઃખી માનતો હોય છે એનું દુઃખ આપણને એટલું નથી લાગતું જેટલું એને લાગતું હોય છે અને એટલેજ આપણે તેને સાંત્વન આપી શકીએ સાથે સાથે એનું દુઃખ પોતાનું સમજીને એક જવાબદારી પૂર્વક મુશ્કેલી કે જીવન ની કસોટી માં થી બહાર કાઢી શકીએ અને એ પણ આપણા સ્વાર્થ વિશે લેશમાત્ર વિચાર્યા વગર.

કહેવાય છે કે ઈશ્વર નું સુંદર સર્જન એટલે મનુષ્ય,શું નથી આપ્યું ઈશ્વર કે સર્જનહારે આપણને? 

આટલો સુંદર દેહ, ચંદ્ર થી કે ગેલેક્સી થી પણ આગળ ની માહિતી આંગળી ના ટેરવા થી હથેળી માં લાવી આપતો મગજ અને સૌથી મહત્વ નું અનેક પ્રકાર ની સંવેદનાઓ ધરાવતું હૃદય, જ્યારે આપણે શું કર્યું? એ સંવેદના, એ હૃદય એ આત્મા નું સાંભળવા ના બદલે સ્વાર્થ અને માત્ર સ્વાર્થ નુ જ સાંભળ્યું, કહેવાય છે કે આત્મા એજ ઈશ્વર, મારા અને તમારા માં એ ઈશ્વર પહેલે થીજ હાજર છે તો પણ સંવેદનહીન બનીને જીવવાનું પસંદ કરીને મહામૂર્ખતા પૂર્ણ કામ કરવા નું આપણે સૌ એ પસંદ કર્યું.

શા માટે એવા સમાજ નું નિર્માણ ના કરી શક્યા આપણે કે એક માણસ બીજા માણસ ને માત્ર માણસ છે એમ સમજીને મદદ કરી શકે કે પછી તેના દુઃખ ને પોતાનું બનાવી શકે? શુ આ મોટી નિષ્ફળતા નથી? શુ આપણે ના વિચારવું જોઈએ કે આપણે હજુ પણ એ દિશા માં શરૂઆત કરી દેવી જોઈએ? શુ એકમેક ના હૃદય કે મન સુધી પહોંચવાનો રસ્તો એટલો બધો વિકટ છે? ના જરાય નથી બસ આપણે એને વિકટ માનીયે છીયે.

શા માટે મોટાભાગ ના લોકો ને બાળકો પસંદ હોય છે? શા માટે પાળતું પ્રાણીઓ સાથે સમય પસંદ કરવાનું લોકો વધારે પસંદ કરે છે? કારણ કે તેમના માં હોય છે નિર્દોષતા, નિખાલસ વૃત્તિ જે નાના બાળકો ને ઈશ્વર નું સ્વરૂપ માનવાની આપણી માનસિકતા ને સ્વીકૃતિ આપે છે.

પણ બાળક મોટું થાય એટલે એક પછી એક આવરણો ચડતા જાય છે અને ત્યારબાદ ની પરિસ્થિતિ થી આપણે વાકેફ છીએ. હટાવો એ આવરણો , દોસ્તો હટાવો એ દંભ અને ક્ષુલ્લક માન્યતાઓ, બસ નિર્દોષ બનો, સરળ બનો જે ઈશ્વરે તમને મોકલ્યા છે એજ રહો. ભેળસેળ ના કરો શુદ્ધ માનવ બનો. કોઈ ને યાદ કરો છો તો કોલ કરી લો, કોઈ ને કાંઈ કહેવું છે તો તુરંત કહો, કોઈ ની માફી માગવાનું મન થાય છે તો તરત માંગો, કોઈ વિશે ધારણાઓ બનાવીને ધીમે ધીમે દૂર જવા કરતા સીધુ જ પૂછી લો, ખાતરી આપી ને કહું છું કે એમાં થી આપણી 90% ધારણાઓ ખોટી સાબિત થાશે, દોસ્તો જેટલા સરળ અને સહજ બનશો એટલી ઈશ્વર ની અનુભૂતિ પણ સહજ રીતે થશે.

 

શુદ્ધતા અને મૂળ મનુષ્ય સ્વરૂપ બનવા માટે સંવેદના અને ભાવનાઓ ની જરૂર છે, એના માટે ના કોઈ ડિગ્રી, ના કોઈ સ્ટેટ્સ, ના કોઈ પૈસા , કે ના કોઈ ઓળખાણ ની જરુર છે,એક સંકલ્પ કરો કે સવાર થી રાત સુધી માં ઓછા માં ઓછું કોઈ એક વ્યક્તિ ને કોઈ ને કોઈ રીતે સહયોગી બનીશ, એ જેવી રીતે પણ થઈ શકે, કરો
માનસિક, શારીરિક, સામાજિક, અરે અંતે શાબ્દિક પણ સહયોગી બની શકો તો બનો દોસ્તો. એક અદભુત ઈશ્વરીય આનંદ ની અનુભૂતિ થાશે અને થાશે જ.

અંતે આ જ ગીત ના સુંદર અને પ્રિય શબ્દો

की मर के भी किसीको याद आएंगे, किसी के आंसुओं में मुश्कुराएँगे,
कहेगा फूल हर कली से बार बार
जीना इसी का नाम है…जीना इसी का नाम है…

Leave a Reply

Your email address will not be published.