કોરોના સંકટના કારણે દેશોમાં લગાવવામાં આવેલ લૉકડાઉન બાદ હવે દેશમાં અનલૉકની પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે. અનલૉક 4ની સમયસીમા 30 સપ્ટેમ્બરે ખતમ થઈ રહી છે. એવામાં 1 ઓક્ટોબર 2020એ અનલૉક 5ની નવી ગાઈડલાઈન્સનુ પાલન થશે. Unlock 5.0ની નવી ગાઈડલાઈન્સનુ એલાન આજે થઈ શકે છે. અનલૉક 5ની નવી ગાઈડલાઈન્સમાં-ઘણા પ્રકારની છૂટ મળવાની આશા છે. ઓક્ટોબરમાં દૂર્ગાપૂજા, દિવાળી, છઠ જેવા ઘણા મોટા તહેવાર છે. એવામાં માનવામાં આવી રહ્યુ છે કે સરકાર ફેસ્ટિવ સિઝનને જોતા અનલૉક 5માં ઘણી છૂટ આપી શકે છે.
માનવામાં આવી રહ્યુ છે કે સરકાર અનલૉક 5માં હજુ ઘણી છૂટ આપી શકે છે. કન્ટેનમેન્ટ ઝોનની બહાર વધુ ગતિવિધિઓમાં છૂટ આપવામાં આવી શકે છે. વળી,- ફેસ્ટીવ સિઝનને જોતા ઉદ્યોગ જગતની માંગ વધવાની આશા છે માટે તે વધુ રાહતની આશા રાખી રહ્યા છે.