એક મહિલાએ 13 મહિનામાં 8 બાળકોને જન્મ આપ્યો. 65 વર્ષની ઉંમરે આટલા બધા બાળકો જાણો.

બિહારના મુજફ્ફરપુરમાં બાળકોના જન્મને લઈને ઘોટાળો થયો છે. જેના અંતર્ગત વૃદ્ધ મહિલાને પણ બાળકો જન્મ્યા હોવાનું દેખાડીને કૌભાંડ કરવામાં આવ્યું છે. કૌભાંડીઓ પૈસા માટે કોઈ કસર નથી છોડતા. તેમનું વશ ચાલે તો તેઓ કાંઈ પણ કરી શકે છે. એવો જ એક બનાવ બિહારના મુજફ્ફરપુરમાંથી સામે આવ્યો છે, જેના વિષે જાણીને તમે ચકિત થઈ જશો.

13 મહિનાની અંદર 65 વર્ષની એક વૃદ્ધ મહિલા દ્વારા 8 બાળકોને જન્મ આપવાના નામ સરકારી રકમ પચાવી લેવામાં આવી છે. એક અન્ય મહિલાને તો એક જ દિવસમાં બે વાર બાળકને જન્મ આપતા દેખાડવામાં આવી છે. આ બનાવ મુજફ્ફરપુરમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન (National Health Mission) માં થયેલા કૌભાંડનો છે.

65 ની ઉંમરમાં 8 બાળકો, કરી ઉચાપત : મળતી જાણકારી અનુસાર મુજફ્ફરપુરના મુશહરી પ્રદેશના છોટી કોઠિયા ગામની 65 વર્ષની ઉંમર પાર કરી ચુકેલી શાંતિ દેવીના બેંક ખાતામાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અંતર્ગત બાળકને હોસ્પિટલમાં જન્મ આપવા પર મળતી 1400 રૂપિયાની રકમ મોકલવામાં આવી રહી છે. જોકે, તેમણે 20 વર્ષ દરમિયાન કોઈ બાળકને જન્મ નથી આપ્યો. તેમનો સૌથી નાનો દીકરો 20 વર્ષનો છે.

શાંતિ દેવીના બેંક ખાતામાં ગયા વર્ષની 3 જુલાઈથી આ વર્ષની 3 ઓગસ્ટ સુધી એટલે કે 13 મહિના દરમિયાન 6 વાર 1400 રૂપિયા મોકલવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે શાંતિ દેવી અનુસાર આ ગોરખધંધા વિષે તેમને ખબર પણ ન હતી. 8 બાળકોનો જન્મ દેખાડી રકમ જમા થયાના બીજા જ દિવસે તેમના ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા.

એક જ દિવસમાં બે વાર બાળકનો જન્મ : આ સ્ટોરી ફક્ત શાંતિ દેવીની જ નથી. મુજફ્ફરપુરના છોટી કોઠિયા ગામની લીલા દેવીના ખાતામાં પણ 13 મહિના દરમિયાન આઠ વાર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનની યોજનાના 1400 રૂપિયા મોકલીને ઉપાડી લેવામાં આવ્યા. લીલા દેવીને પણ તેની જાણ થઈ નહિ.

પરિવાર નિયોજનનું ઓપરેશન કરાવી ચુકેલી લીલા દેવીને એક દશકથી કોઈ બાળક નથી થયું, પણ ક્યારેય એક જ દિવસમાં બે વાર તો ક્યારેક થોડા મહિનાના અંતરાળ પર મુશહરીના પ્રાથમિક સ્વાસ્થ્ય કેંદ્રમાં તેમણે બાળકોને જન્મ આપ્યો છે એવું દેખાડવામાં આવ્યું.

આશા કાર્યકર્તાને જાણકારી નથી : ખાસ વાત એ પણ છે કે, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનમાં બાળકોના જન્મ પર આશા કાર્યકર્તાઓને પણ 600 રૂપિયા આપવાની જોગવાઈ છે, પણ ઉપરના બનાવોમાં આશા કાર્યકર્તાઓને પણ મહિલાઓના ગર્ભવતી હોવાની જાણકારી ન હતી. યોજના અંતર્ગત લાભ મેળવનાર મહિલાઓ અને સંબંધિત આશા કાર્યકર્તાઓના ખાતામાં સંબંધિત પીએસસી ઇન્ચાર્જની સહી પછી જ પૈસા મોકલવામાં આવે છે.

આ બનાવમાં મુશહરીના પીએચસી ઇન્ચાર્જ ચૌધરી તેમના ક્લાર્ક રજા પર હોવાને કારણે હાલમાં કાંઈ પણ જણાવવામાં અસમર્થતા જણાવી રહ્યા છે. સિવિલ સર્જન ડો. એસપી સિંહ આ કૌભાંડની જડ સુધી જવાનો વિશ્વાસ આપે છે. તે કહે છે કે આખા જિલ્લામાં તેની તપાસ થશે અને દોષી પર સખત કાર્યવાહી કરવામાં આવશે.

મોટો પ્રશ્ન : છેવટે મહિલાઓના ખાતામાંથી પૈસા ઉપાડ્યા કઈ રીતે? લીલા દેવી કહે છે કે, કૌભાંડની જાણકારી મળી તો તેમણે સ્ટેટ બેંકના સ્થાનિક સીએસપી સંચાલક તેની જાણ કરી. સીએસપી સેંટર પર ફિંગર પ્રિંટ મશીનથી ખાતામાંથી પૈસા ઉપાડવાની સગવડ છે.

એવામાં સવાલ એ છે કે ખાતાધારકોની જાણકારી વગર તેમની ફિંગર પ્રિંટ લઈને પૈસા કેવી રીતે ઉપાડવામાં આવી રહ્યા છે? સ્ટેટ બેંક મુશહરીના બેંક મેનેજર વારંવાર એક જ યોજનાથી પૈસા ખાતામાં આવવાની ઘટના પર આશ્ચર્ય વ્યક્ત કરે છે.

Leave a Reply

Your email address will not be published.