આંકલાવના નાયબ મામલતદાર લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા, પ્રકાશસિંહ રાઉલને ઝાડપ્યા બાદ માત્ર 18 દિવસમાં…

ગુજરાતમાં એસીબી સખ્ત સક્રિય બની છે. 31 ડિસેમ્બરે કુખ્યાત પોલીસ કર્મચારી પ્રકાશસિંહ રાઉલને ઝાડપ્યા બાદ માત્ર 18 દિવસમાં આ બીજી સફળ ટ્રેપ એસીબીએ કરી છે. આંકલાવ તાલુકાના ઇ-ધરા મામલતદાર રોકડ રકમની લાંચ લેતા તેના સાગરીત કો.ઓપરેટર સાથે એસીબીના હાથે દબોચાયા છે. આંકલાવ તાલુકા કચેરીએ પડ્યા પાથર્યા રહેતા વચેટિયાઓમાં પણ નાશભાગ મચી ગઇ હતી. એસીબી રેડ પડતા જ ઓફીસ ખાલી ખમ થઈ ગઈ હતી.

મહેસુલ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે મુખ્યમંત્રીએ પણ સ્વિકાર કર્યો છે અને તેમાં સુધારો લાવવા તમામ વહીવટી પ્રક્રિયા ઓનલાઈન કરી હોવાની જાહેર પ્રચાર તેઓ દ્વારા થઈ રહ્યો છે.જોકે ભ્રષ્ટાચારી ઓનલાઈન વહીવટી વ્યવસ્થા માં પણ છીડું પાડી રોકડી કરી જ લેતા હોય છે.

આણંદ ના આંકલાવ તાલુકા મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર અને ઈ-ધરા નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા આકાશ ઠક્કરને ભ્રષ્ટાચારનો ભેરુ આભળી ગયો હતો.જે તમામ એન્ટ્રી માટે મનગડત લાંચ ની માંગણી કરતો અને તેનો કોમ્યુટર ઓપરેટર તે લાંચની રકમની તડજોડ કરી લાંચ સ્વીકારી લેતો હતો.

આ કામના ફરીયાદીએ કહાનવાડી ગામે સર્વે નં.594 વાળી 25 ગુંઠા જમીન ગઇ તા.06/11/2020 ના રોજ વેચાણ રાખેલ જેનો દસ્તાવેજ કરેલ જેની કાચી નોંધ નં. 3205 પડેલ જેની પાકી નોંધ પ્રમાણિત કરવા સારુ ફરીયાદીશ્રીએ આ કામના આરોપી આકાશ ઠક્કરના ટેબલે કચેરીમાં દસ્તાવેજ તથા જરૂરી કાગળો આપેલ હતા.જે બાદ આરોપી ના કોમ્પ્યુટર ઓપરેટર કમલેશ ઠાકોર દ્વારા ફરીયાદીના મોબાઇલ ફોન પર ફોન કરી જણાવેલ કે તમારી નોંધ પ્રમાણિત કરવાની છે તો અમારા ઠકકર સાહેબને મળી જશો.

મામલતદાર કચેરીએથી સંદેશો મળતા ફરીયાદી ગઇ તા.12/01/2021ના રોજ આરોપી નાયબ મામલતદાર આકાશ ઠક્કર ને મળતા તેઓએ ફરીયાદીને નોંધ પ્રમાણિત કરવા રૂ.9000/- ની માંગણી કરી હતી. ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય એ.સી.બી. ટોલ ફ્રી નં. 1064 ઉપર સંપર્ક કરી આણંદ એ.સી.બી. પો.સ્ટે. ફરીયાદ આપતા.

ફરીયાદીની ફરીયાદ આધારે આજ રોજ લાંચનુ છટકુ ગોઠવતા ફરીયાદી આરોપી નાયબ મામલતદાર આકાશ ઠક્કર ને મળતા લાંચની રકમ કોમ્પ્યુટર ઓપરેટર કમલેશ ઠાકોર ને આપી દેવા જણાવતા ફરીયાદીએ રકઝક કરી થોડા ઓછા કરો તેમ કહેતા સોદો 6500 માં નક્કી થયો હતો.ફરિયાદી પાસેથી લાંચ ની રકમ સ્વીકારતા એકબીજાની મદદગારી કરતા બંને જણા પકડાઈ ગયા હતા.જે બાબતે એસીબી દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી વધુ તપાસ આરંભી છે.

Leave a Reply

Your email address will not be published.