અણુબોમ્બના વિસ્ફોટ પછી થોડી ક્ષણોમાં તો હિરોશીમા નગર હતું ન હતું.

અણુબોમ્બના વિસ્ફોટ પછી થોડી ક્ષણોમાં તો હિરોશીમા નગર હતું ન હતું થઇ ગયું. આખા શહેરનું નિકંદન નીકળી ગયું. ચોતરફ પથરાઈ ગયેલા વિકિરણો, ધૂળ અને રાખથી વાતાવરણ ધુંધળું બની ગયું છે. છ ઓગસ્ટ, ૧૯૪પનો એ દિવસ જાપાન માટે ક્યામતનો દિવસ બનીને (ઉગ્યો છે. બીજું વિશ્વયુધ્ધ તેની ચરમસીમાએ પહોંચ્યું છે. હિટલરના જર્મનીની હાર થઈ છે. બ્રિટન રશિયા અને અમેરિકા ભેગા મળીને જાપાનનો ઘડો લાડવો કરવા તૈયાર થયા છે. પર્લહાર્બર પરના જપાનના હુમલાએ ઊંંઘતા રાક્ષસ સમા અમેરિકાને ઉશ્કેર્યું-  તેનો જડબાતોડ જવાબ આપવા અમેરિકન હવાઈદળ અને નૌકાદળ સુસજ્જ થયા છે.

છ ઓગસ્ટની સવાર આમતો જપાની નાગરિકો માટે બીજી સવારની માફક સાવ સામાન્ય જ છે. વહેલી પરોઢે જે લોકો જાગી ગયા હશે તેમને થોડાં કલાકો પછી થનારા વજધાતની ખબર પણ ક્યાંથી હોય? બુંગો અખાત અને ઓઢા નદીને કિનારે વસેલા હિરોશીમાની ઘણી ખરી મહેનતુ પ્રજા સવારે સાત વાગે ઊઠીને કામે લાગી જાય છે. છઠ્ઠી ઓગસ્ટના એ દિવસે પણ હિરોશીમાવાસીઓ પોતાના નિત્યક્રમમાં પરોવાઇ રહ્યા છે. સવારના એ પ્રકુલ્લિત વાતાવરણમાં- મડદા બળવાની ગંધનો અહેસાસ તો શું એવી કલ્પના સુધ્ધાં કોઇ ક્યાંથી કરે.

જપાની નાગરિકોને અને ખાસ તો. હિરોશીમા – નાગાસાકી શહેરના વતનીઓને હજુ એ વાતની ખબર પડી નથી કે દૂર પૂર્વ દિશામાંથી સૂર્યના કિરણોની સાથે સાથે યમદુતની સવારી પણ આવી રહી છે. પ્રશાંત મહાસાગરમાં જાપાનથી દોઢસો માઈલ દૂર ટિનિઅન નામનો એક ટાપુ છે. આ ટાપુ પર અમેરિકન લશ્કરની છાવણીઓ છે. હવાઇ અડ્ડા પર વહેલી સવારથી ચહલપહલ મચી ગઈ છે .બી-૨૯ નામનું મોટું બોમ્બર વિમાન એક મહત્ત્વની કામગીરી માટે તૈયાર -ઊભું છે. ‘એનોલા ગે’ના કોડ નામે ઓળખાતા આ બોમ્બર વિમાને સાક્ષાત યમદૂતોના વાહક બનીને ઉડવાનું છે.

અચાનક હેડક્વાર્ટર પરથી સાંકેતિક ભાષામાં વાયરલેસ સંદેશો આવતા જ છાવણીમાં સન્નાટો છવાઇ ગયો. દરેક સૈનિકના ચહેરા પર ઉન્માદની લાગણી જોવા મળે છે. શું બની રહ્યું છે એ જાણવા સૌ ઉત્સુક છે. અચાનક એક વરિષ્ઠ અધિકારી બી-૨૯ બોમ્બર વિમાન સાથે સંકળાયેલી સ્કવોડ્રન લીડરને ઓફિસમાં તેડાવી કેટલીક -મહત્ત્વની સૂચનાઓ આપે છે. એ સાથે તેના હાથમાં મહત્ત્વના , નકશાઓ તથા ફૂલાઇટ રૂટની વિગતો સોંપવામાં આવે છે. એકાએક શૂરાતન ચડયું હોય તેમ પેલો સ્કવોડન લીડર બહાર આવી રનવે પર દોડી જાય છે અને બી-૨૯ બોમ્બર વિમાનની ટુકડીને સાવધાન કરે છે.

ખૂબ જ ઓછા શબ્દોમાં આપેલી સૂચના સમજી ગયો હોય તેમ કડક સલામ ઠોકીને લેફ. કર્નલ પોલ ટિબેટ્સ બી-૨૯ તરફ દોટ મૂકે છે. લેફ. કર્નલ ટિબેટ્સ આ બોમ્બર વિમાનનો મુખ્ય ચાલક છે. તેનો કાઁ-પાયલટ રોબર્ટ લેવીસ પણ પળવારમાં પ્લેનમાં સવાર થઇ જાય છે. છેલ્લાં કેટલાંય દિવસોથી બી-૨૯ વિમાનની ટુકડી દસ હજર રતલ- વજનનો (૨૦ કિલોટન) ‘લીટલ બોય’ નામનો અણુબોમ્બ કઈ રીતે હેન્ડલ કરવો તેની વાત કરતા હતા. આજે હવે આ જ બોમ્બ જાપાનના કોઈ શહેર પર ઝીંંકીને વિનાશ વેરવાનો છે. ૧૪ ફૂટ લાંબો અને પાંચ ફૂટ પહોળો લીટલ બોય અણુબોમ્બ બી-૨૯ વિમાનમાં ગોઠવાયો ત્યાં સુધી જો કે બીજા વિમાનીઓને ખબર નહોતી કે આ અણુબોમ્બનું શું કરવાનું છે. તે તમામની કુતૂહલતા વધી ગઈ તેમ પળે પળે ટેન્શન પણ વધી રહ્યું હતું. છેલ્લે બી-ર૯ વિમાન મહાકાય ભસ્માસુરસમા અણુ બોમ્બ લઈને, રનવે પર દોડવા લાગ્યું ત્યારે મુખ્ય પાયલટ ‘ટિબેટ્સે જાહેર કર્યું. ”સાથીઓ, આપણે આજે મહત્ત્વની કામગીરી પર જઈ રહ્યાં છીએ. જીવન-મરણનો સવાલ છે. વિશ્વમાં સૌ પ્રથમવાર- લશ્કરી હેતુસર અણુબોમ્બનો ઉપયોગ થઇ રહ્યો છે અને આ કામ આપણા ભાગે આવ્યું છે’, આટલું બોલતાં બોલતાં ટિબેટ્સ ગળગળો થઈ ગયો, અણુબોમ્બના નામથી જ સૌ થરથર કંપી જતા હોય ત્યારે આ તો લાખો માણસોના એક પળમાં જને હણી લે તેવો મહાવિનાશકારી અણુબોમ્બ તેમનીય સમીપ પડયો હતો. આ અણુબોમ્બને નીચે ધ૨તી પર ફેંકી જપાની પ્રજાના ગાત્રો કંપાવી દેવાના હતા. માત્રો ગાળી નાંખવાના હતા. જેથી જપાન અમેરિકાની સાથે મંત્રણા કરવા તૈયાર થાય. રાજકીય શરણાગતિ સ્વીકારે.

કર્નલ ટિબેટ્સ માટે બોમ્બર વિમાનનું સંચાલન નવું નહોતું. માત્ર પાંચ મહિના પૂર્વે તેમણે કર્ટીસ લીમેય સાથે મળીને ૧૦ દિવસમાં બી-૨૯ વિમાનની ૧૧,૬૦૦ ખેપ મારીને જાપાનના ચાર મોટા શહેરોનો ૩૨ ચોરસ માઇલ વિસ્તાર નષ્ટ કરી નાંખ્યો હતો. આ ભીષણ હવાઈ હુમલામાં આશરે દોઢ લાખ જપાનીઝો માર્યા ગયા હતા.- પરંતુ જાપાનીઓની કરમકહાણી ત્યાંથી અટકતી નથી. એથી પણ ભયાનક મોત તેમને માથે ભમી રહ્યું છે. છ ઓગસ્ટ ૧૯૪પના દિવસે લાખો જાપાની સવારે ઉઠયા તો ખરા પરંતુ ચીરનિદ્રામાં પોઢી જવા.

અણુબોમ્બ ફંકવા માટે બી-૨૯ વિમાન ઉડયું તે પહેલાં અમેરિકન લશ્કરી નિષ્ણાતો એ દ્વિધા અનુભવતા હતા કે આ મહાસંહારક બોમ્બનો પ્રયોગ કરવો તો ક્યા શહેર પર? તેમનો હેતુ એ હતો કે, અણુબોંબ થકી જપાનને શક્ય તેટલો ગંભીર, મરણતોલ ફટકો મારવો. એક યોજના એવી પણ હતી કે જો અણુબોમ્બની ધારી અસર- ન થાય તો આ બોમ્બ ફેંક્યા પછી તરત જ બીજા બી-૨૯ બોમ્બર વિમાનો ઉડાડી સંખ્યાબંધ બોમ્બ જાપાન પર ઝીંક્યે રાખવા. અવા તુક્કા મિલિટરી અધિકારીઓ ઉડાવતા હતા તેનું કારણ એ હતું કે તેમને અણુબોમ્બની વિનાશશક્તિનો અંદાજ નહોતો, અને હોય પણ ક્યાંથી? આ પૂર્વે કોઇએ અણુબોમ્બ બનાવ્યો પણ નહોતો અને વાપર્યો પણ નહોતો.

જપાનની દક્ષિણે આવેલા હસુ પ્રાંતનું હિરોશીમા શહેર ૨,૮૦,૦૦ની વસતી ધરાવતું સૌથી મોટું ટાપુ શહેર છે અને ચારે બાજુ પહાડોથી ઘેરાયેલું છે તેથી અણુબોંબની વિનાશકારી શક્તિ વધુ’ માત્રામાં કેન્દ્રિત થઇને હાહાકાર મચાવશે તેવો વિચાર જનરલ લેલી ગુવસે રજુ કર્યો હતો. આ એ જ માણસ છે જે અમેરિકાની અણુબોમ્બ બનાવવાની -ટોપ સિક્રેટ યોજના ‘મેનહટ્ટન પ્રોજેક્ટ’નો અખત્યાર સંભાળતો હતો. એક દરખાસ્ત એવી હતી. કે હિરોશીમાને બદલે જપાનની પ્રાચીન રાજધાની અને બૌદ્ધ મંદિરોના શહેર ક્યોટો પર અણુબોમ્બ ફેંકવો.

જો કે લાંબી વિચારણાને અંતે નિર્ણય લેવાયો કે વધારે વસતી ધરાવતા શહેર પર અણુબોમ્બ ફેંકવાથી ખુવારીનો આંક વધી જાય તો જ રાજકારણીઓનો મક્કમ ઈરાદાનો ભુક્કો બોલાવી દેવામાં સફળતા મળે. તેથી અણુબોમ્બના ટાર્ગેટ તરીકે ઼ હિરોશીમાનું નામ નિશ્ચિત થયું. વહેલી પરોઢ પોણા ત્રણ વાગે દૂર પૂર્વ માંથી બી-૨૯ બોમ્બર વિમાન ઉડયું ત્યારે હિરોશીમાં ‘શહેરવાસીઓ હજુ ઘસઘસાટ ઊંઘી રહ્યા છે. બે એસ્કોર્ટ વિમાન ઉપરાંત બી-૨૯ વિમાનની આગળ ઉડતા વેધર -બ્યુરો જેવું એક વિમાન પણ ઉડી રહ્યું છે. સૂરજના પહેલા કિરણો હિરોશીમા શહેર પર રેલાયા એ સાથે જ હવામાન વેધશાળાની સુવિધા ધરાવતા હરક્યુલસ પ્લેનમાંથી સાંકેતિક સંદેશો પાયલટ ટિબેટ્સને મળ્યો. મેસેજ એકદમ સિમ્પલ છે: ”નીચે હિરોશીમાં નગર છે. ઉપર આકાશ ખુલ્લું છે.

પાયલટ ટિબેટ્સ અને સહચાલક રોબર્ટ લેવીસ કોકપીટમાં બેઠાં બેઠાં જ એક નજર નીચે કરી લે છે અને પછી એકમેકની સામે અવાક બનીને જોઈ રહે છે. દુશ્મન દેશો પર બોમ્બમારો તો અસંખ્યવાર -કર્યો છે છતાં દિલની ધડકન આટલી હદે ક્યારેય વધી નહોતી. એવું મનોમન અનુભવી રહેલા પાયલટ ટિબેટ્સે કપાળ પરનો પરસેવો -લુછી પ્લેનને હિરોશીમાં શહેરની સીધમાં લીધું. એ સાથે જ તેણે પ્લેનમાં બેઠેલા બીજા સાથીઓને મિશન માટે તૈયાર થઈ જવાનું કહ્યું છે .

હવે ‘એનોલા ગે’ બીમ્બર વિમાન બરાબર હિરોશીમો પર ઉડી રહ્યું છે, ટિબેટ્સની ઘડિયાળમાં આઠ વાગ્યા પર આઠ મિનિટ થઈ છે. હિરોશીમા નગર આળસ મરડીને બેઠું થયું છે. શહેરીજનો સૌ પોતપોતાના- કામે જઇ રહ્યાં છે. બોમ્બર વિમાનની ઘરેરાટી સાંભળીને કેટલાંક ઊંચે આકાશ ભણી મીટ માંડીને આપસમાં શંકા વ્યક્ત કરે છે આ બાજુ.પાયલટ ટિબેટ્સ તેમના સાથીઓને આદેશ આપે છે કે પ્રાથમિક તૈયારીએ શરૂ કરો. તરત જ વિમાનમાં બેઠેલા સૌ ખુલ્લા- હાથ, પગ અને મોં પર લોશન ચોપડેછે જેથી અણુબોમ્બ ફૂટયા પછીના કિરણોત્સર્ગની બહુ અસર ન થાય. આંખે પહેરવાના વિશિષ્ટ ગોગલ્સ પણ દરેક જણ તૈયાર કરી લે છે. સૌને પોતાની આંખો પ્યારી છે.

મેજર ટોમ ફેરેબીએ ટાર્ગેટ ફાઇન્ડર પર હિરોશીમા શહેરનું નિશાન લીધું. નીચે ઓઢા નદીના પાણી ખળખળ વહેતા દેખાય છે. નદી પરનાં પુલ પર માણસોની ચહલપહલ દેખાય છે. નોકરીએ જઈ રહેલા જપાનીઓ કપાળ પર હાથ મૂકી ઊંચે આકાશમાં ઉડતા બી-૨૯ બોમ્બરન  દિગ્મૂઢ બની તાકી રહે છે. પ્લેનમાં પણ બોમ્બર ટુકડીના- બધા સભ્યો અંતિમ કામગીરી માટે સાવધ થઈ ગયા છે. અચાનક ટોમ ફેરેલી જોરથી તાડુકે છે.

”ગેટ રેડી, ટાર્ગેટ ઓ.કે.. ડ્રોપ ધ લીટલ બોય.–.અને એટલું બોલતાંની સાથે જ બોમ્બર ટુકડીએ હુક છોડીને છૂટો કરેલો દસ હજાર રતલી અણુબોમ્બ લીટલ બોયને નીચે પધરાવાય છે. આ સાથે જ પ્લેનના થ્રસ્ટલને પૂરજોશમાં દબાવી કેપ્ટન ટિબેટ્સ બોમ્બર વિમાનને ઝડપથી ઊંચે લઈ જાય છે જેથી અણુબોમ્બનો વિસ્ફોટ થતાંની સાથે ચોમેર પથરાઈ જનારા વિકિરણોથી ઉગરી જ-વાય. ઊંચાઇએ લઇ ગયા પછી પ્લેનને પાછું પોતાના મથક તરફ વાળી કર્નલ ટિબેટ્સ બબડયો અને પોતાની જાતન ે પૂછવા લાગ્યો. ”ઓહ ભગવાન… આ અમે શું કર્યુ?’ નિર્દોષ નાગરિકો પર મહાસંહારક અણુબોમ્બ ઝીંકીને માનવજીત સામે અક્ષમ્ય અપરાધ કરનાર બોમ્બર પ્લેનની ટુકડીની મન:સ્થિતિ કશુંક કર્યા પછીના ઘોર પસ્તાવાની હતી. જે થવાનું હતું તે થઇ ગયું.

બી-૨૯ વિમાનમાંથી પડતો મુકાયેલો અણુબોમ્બ પેરાશ્યૂટ સાથે બાંધેલો હોવાથી ધીરી ગતિએ હિરોશીમા શહેર તરફ ધસી રહ્યો છે. નીચે ઊભેલા નાગરિકો આ જુએ છે. તેમને હવાઇ છત્રી દેખાય છે પણ તેની નીચે લટકતો રાક્ષસી તાકાત ધરાવતો બોમ્બ કોઇને ભાસતો નથી. ઘણાખરા એવું જ સમજે છે કે વિમાન પાછું વાળી ગયું અને ક-શીક ખરાબી થતાં એક પાયલટ નીચે કુદી પડયો.

અણુબોમ્બના વિસ્ફોટ પછી થોડી ક્ષણોમાં તો હિરોશીમા નગ-ર હતું ન હતું થઇ ગયું. આખેઆખા શહેરન ું નિકંદન નીકળી ગયું. ચોતરફ પથરાઈ ગયેલા વિકિરણો, ધૂળ અને રાખથી વાતાવરણ ધુંધળું બની ગયું છે. મિનિટો પહેલાં જયાં સેંકડો લોકો દોડધામ કરતાં હતાં, મોટરોની અવરજવર હતી એ રસ્તાઓ સૂમસામ બની ગયા. સમગ્ર શહેરમાં સ્મશાનવત શાંતિ પ્રસરી ગઈ. રસ્તા પર ચાલતા માણસો સુધ્ધાં વરાળ બનીને ઊડી ગયા, તેમના કપડાં કે પગરખાં પણ અવશેષરૂપ બચ્યા નહોતા! તોતિંગ મકાનો અને અડીખમ ઇમારતો પણ અણુબોમ્બના પ્રચંડ ધડાકાથી પેદા થતાં ધ્વનિકંપનો અને હવાના જોશથી કકડભૂસ થઇ ગઇ છે. મકાનોનો જમીનદોસ્ત થયેલો કાટમાળ માત્ર એ વાતની ગવાહી પૂરે છે કે અહીં એક સમયે બિલ્ડીંગ -હતું. બાકી તો તમામ સજીવસૃષ્ટિ સફાચટ થઇ ગઇ છે.

અણુધડાકાથી પેદા થયેલાં કંપનોએ દૂરની ઈમારતોને પણ -જફા પહોંચાડી છે. બોમ્બધડાકા પછી તત્કાળ જેમને કોઇ અસર નહોતી થઇ તેઓને જોખમી કિરણોત્સર્ગીની અસર મોડેથી વર્તાય છે. હજારો લોકોના ચામડી-માંસ સોંસરવા ઊતરી વિકિરણ હાડકાને હાનિ પહોંચાડે છે. વીજળીના તાર તૂટવાથી, ગેસની પાઇપલાઇન ફાટવાથી રહી રહીને આગ ફાટી નીકળે છે.

નામ તો લીટલ બોય (નાનો છોકરો) છે પણ આ અમેરિકી અણુબોમ્બ વિકરાળ રાક્ષસની પેઠે ચોમેર વિનાશનું તાંડવ કર્યું છે. બોમ્બ ફાટયો તેની પ્રથમ સાંઠસેકન્ડમાં જ હિરોશીમાના ૬૦,૦૦૦ નાગરિકો સ્વાહા થઈ ગયા છે. અણુબોમ્બની પ્રચંડ ગરમીના અદ્રશ્ય કિરણોમાં જે કંઇ ઝપાટામાં આવ્યું તે બધું જ ભસ્મીભૂત થઈ ગયું છે. જે કોઈ -આ આફતમાંથી ઉગરી ગયાનું માનતા હતા. તેઓની ત્વચા પણ બળીને કાળીમેશ થઈ ગઈ છે. કેટલાંય જને આંખની રોશની ગુમાવી દીધી છે. તો હજારો નાગરિકની ત્વચા અને માંસ વિકિરણોથી દાઝીને ે સડવા લાગ્યું છે. હિરોશીમા શહેરની ઓઢા નદીની નજીક જેવિસ્તારમાં અણુબોમ્બ પડયો તેની આસપાસના પાંચ માઇલના પરીધમાં લોખંડ, લાકડું કે કાચની કોઇ ચીજ બચવા પામી નથી. રસ્તા પરના લાઈટના થાંભલા ઼ પણ બળીને રાખ થઈ ગયા છે.

કલાકો સુધી વિનાશનું આ તાંડવ ચાલું રહ્યાં પછી સંધ્યાકાળ થતાં ગરમી ઓછી થઈ. પવનના સુસવાટા લોકોને કોઇ વિચિત્ર અનુભૂતિ કરાવી રહ્યો છે. વાતાવરણમાં ચોમેર માનવમાંસ બળવાની અને લોહીની દુર્ગંધ આવે છે. જે લોકો આ ઉલ્કાપાતમાંથી ઉગરી ગયા તેઓને એ નથી સમજાતું કે તેઓ નસીબવંતા ગણાય કે અભાગિયા?- જીવતા રહ્યાં તેઓ નર્કની યાતના વેઠી રહ્યાં છે. અણુબોમ્બનો વિસ્ફોટ કેવી કયામત નોતરે છે તે પ્રત્યક્ષ નિરખ્યા, અને અનુભવ્યા પછી હવે તેઓ મનથી એટલા પડી ભાંગ્યા છે કે તેમની પાસે ઼ બોલવાના બે શબ્દ નથી. પારાવાર વેદનાને કારણે હજારો લોકો અર્ધબેશુધી ભોગવી રહ્યાં છે. કોઇને દિશાભાન પણ રહ્યું નથી. રોજેરોજ જે ઈમારતો જોતાં હતાં એ તમામ ભોંયભેગી થઈ ગઈ હોય તો દિશા સૂઝે કેવી રીતે ? ધવાયેલા, દાઝી ગયેલા, આંધળા બની ગયેલા સેંકડો લોકો રઘવાયા, બનીને આમ તેમ કોઇ પોંક મૂકીને રડે છે, તો કોઇ હિબકાં ભરે છે, કણસે છે.

જીવ બચાવીને બીજે કયાંય નાસી જવું, હોય તો પણ મારગ જ કયાં હતો? ચોમેરે ભંગાર વિખરાયેલો પડયો છે. તમામ ‘વાહનો સુધ્ધાં ખાખ થઇ ગયા છે. સારવાર લેવા જાય પણ દવાખાના કે હોસ્પિટલો- નામશેષ થઈ ગઈ હોય ત્યાં ટ્રીટમેન્ટ કોણ આપવાનું? અણુબોમ્બના વિસ્ફોટે ડોકટરને પણ દરદીની પગંતમાં મૂકી દીધો છે.

છ ઓગસ્ટના આ મહાસંહારની બરાબર ત્રણ દિવસ પછી અમેરિકાએ – હિરોશીમાની દક્ષિણે આવેલા નાગાસાકી પર આવો જ એક અણુબોમ્બ ‘ફેટમેન’ ફેંકીને ત્યાં પણ કાળો કેર વર્તાવ્યો. આ બે બોમ્બ વિસ્ફોટમાં બે મોટા શહેર સાવ વેરાન થઈ ગયા , આખું જગત સ્તબ્ધ બની ગયું. થોડાં – દિવસ સુધી વિવિધ દેશના નેતાઓ – અમેરિકાના આ ધાતકી પગલાંને વખોડતા રહ્યાં પરંતુ અમેરિકાના પ્રમુખ હેરી ટ્રુમેન એક જ જવાબ હતો કે અડધા વિશ્વને- પોતાના ભરડામાં લેનાર લોહિયાળ – બીજા વિશ્વયુધ્ધનો અંત આણવા અમારી પાસે અણુબોમ્બનો વપરાશ એ જ એક માત્ર વિકલ્પ હતો. આજે ૭૫ વર્ષ પછી અમેરિકન આર્મીના એક ભૂતપૂર્વ મેજર એવું કહે છે કે અણુબોમ્બનો ઉપયોગ જાપાનનો વિનાશ કરવા નહોતો થયો પરંતુ અમારા ખરા શત્રુ રશિયાને ડારવા માટે થયો હતો! આમાં સાચું શું અને ખોટું શું? કે અમેરિકા દ્વારા અણુબોમ્બનો ઉપયોગ વાજબી હતો કે નહીં તે પ્રશ્નનો ઉત્તર આજે સાડા સાત દાયકા પછી પણ કોઈ આપી શકે તેમ નથી.

Leave a Reply

Your email address will not be published.