होइहि सोई जो राम रची राखा
को करि तर्क बढावे साखा।।
500 વર્ષ ની તપશ્ચર્યા બાદ, અનેક આંદોલનો અને અનેક બલિદાનો બાદ આખરે એજ થયું જે થવું જોઈતું તું, ગમે તેટલા ધમપછાડા કર્યા પણ પ્રભુ શ્રીરામ ને રોકી નથી શક્યા, વિધર્મીઓ દ્વારા ખૂબ કોશિશો થઈ, અનેકવાર હસ્તી અને સંસ્કૃતિ નો નાશ કરવાની કોશિશ થઈ પરંતુ થયું એજ જે પ્રભુ શ્રીરામ ને કરવું હતું. વર્તમાન સમયમાં જેટલા પણ મિત્રો આ ક્ષણ ના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાક્ષી બની રહ્યા છીએ, યાદ રાખજો ઇતિહાસ સૌથી સૌભાગ્યશાળી તરીકે આપણને યાદ રાખવાનો છે. ચૂંટણી સમયે પોતાના ઝમીર ના પણ સોદા કરનારા લોકો સામે આ હાલ ના સમય ની મજબૂત અને નિર્ણાયક સરકાર ને મળેલા એક-એક મત ની શક્તિ નું પ્રમાણ આપણને મળી રહ્યું છે.
અયોધ્યામાં ભવ્ય દિવ્ય રામમંદિર નું નિર્માણ એ આપણી વિલુપ્ત થતી જતી અને સુષુપ્ત અવસ્થા માં રહેલ લી ઇચ્છાશક્તિ ને ઢંઢોળીને જગાડવાની એક શરૂઆત છે,યાદ રાખજો મિત્રો આ એક મંદિર માત્ર નહીં પણ આવનારા સમય માટે એક વિજય સ્મારક બની રહેશે.
અયોધ્યા રામમંદિર થી ખુશ ન થતા અને હજીપણ રોડા નાખતા જે પણ વ્યક્તિ હોય એને ઓળખી લેવાનો આ સમય છે, એ વ્યક્તિ કોઈપણ હોય, નેતા, અભિનેતા, કે કોઈપણ સામાન્ય કે અસામાન્ય વ્યક્તિ હોય, એમનો સંપૂર્ણ બહિષ્કાર કરવોજ પડશે, એ ચહેરા યાદ રાખજો જે આ ઐતિહાસિક ઘડી માં ખુશ નથી થયા પરંતુ મોઢા વકાસીને બેઠા છે કે કેમ આમાં કાંઈક વિઘ્ન આવે, પરંતુ યાદ રહે પ્રભુ શ્રીરામ ના કામ માં જેણે પણ વિઘ્ન નાખવાની કોશિશ કરી છે,એમના જડબા મારુતનંદને જુદા કરી નાખ્યા છે.
આવો આ દિવાળી ને હર્ષોલ્લાસ થી મનાવીએ, ગરીબો ને ભોજન કરાવીએ, ઘરે દીવા પ્રગટાવીએ, અને સૌ સાથે મળીને ગગનભેદી નાદ કરીયે…
જય શ્રીરામ…જય જય શ્રીરામ
Author by- પ્રયાગરાજ