પિતા સાથે બાઈક ઉપર જતા સમયે પતંગ ની દોરી થી ગળું કપાયું ઘટના સ્થળે જ મોત..

બોરસદમાં પતંગની દોરીએ સાત વર્ષનાં બાળકનો ભોગ લીધો હોવાની કમકમાટી ભરી ઘટના સર્જાઈ છે.બોરસદનાં સૂર્ય મંદીર રોડ ઉપર પિતા સાથે બાઈક ઉપર બેસી જઈ રહેલા બાળકના ગળામાં પતંગની દોરી ભરાઈ જતા બાળકનું ગળુ કપાઈ ગયું હતું.જાહેર માર્ગમાં આ અરેરાટીભરી ઘટનાથી નાગરિકો સ્તબ્ધ થઈ ગયા હતા.

બાળકના આક્રંદ થી વાતાવરણમાં કરુણા ફેલાઈ ગઈ હતી.પિતા સાથે બાઈક પર બેસી જઈ રહેલા બાળકનાં ગળામાં પતંગની દોરી ભરાતા મોતની ઘટના નજરે નજર જોનારા નાગરિકોનું હૃદય પણ કંપી ગયું હતું.

મહત્વનું છે કે આ આકસ્મિક જરૂરિયાત સમયે ઈમરજન્સી 108ની એમ્બ્યુલન્સ વાનને કોલ કરવામાં આવ્યો હતો.ઉપસ્થિત નાગરિકો આક્રોશ કરી રહ્યા હતા કે ઘટના ને 45 મિનિટ વીતી ગયું બાદ 108 એમ્બ્યુલન્સ વાન આવી હતી.

જે દરમ્યાન ઘટના સ્થળે અને બાદ સમયસર સારવાર ન મળતા બાળકનું વેદનામાં તરફળતા તરફળતા મોત નીપજ્યું હતું.

આ ઘટનાને લઈ બોરસદમાં આક્રોશ ફેલાયો છે.મૃતક બાળકના પરિવારજનો અને સ્નેહીઓના હૈયાફાટ રુદન થી નગરનો માહોલ ગમગીન અને શોકમય બન્યો છે.
મૃતક બાળક બોરસદના ફતેહપુર વિસ્તારમાં રહેતો હતો.જેનું નામ મીરઝા સહદ અને તે 7 વર્ષની માસૂમ ઉંમરનો હતો.

Leave a Reply

Your email address will not be published.