ભગવાન શ્રીકૃષ્ણની પૂજામાં આ 5 વસ્તુઓ છે જરૂરી, નહીં તો પૂજા રહેશે અધુરી.

ભગવાન વિષ્ણુએ દ્વાપર યુગમાં કંસનો વધ કરવા માટે શ્રીકૃષ્ણનો અવતાર ધર્યો હતો. ભગવાન વિષ્ણુના આ અવતારમાં તેઓ પૂર્ણપુરૂષોત્તમ તરીકે પૂજાયા. તેમની જીવનલીલાનો અંત એક પારધીના તીરથી થયો અને તેઓ વૈંકુઠ પરત ફર્યા. ત્યારબાદ પણ ધરતી પર ભગવાન વિષ્ણુના આ સ્વરૂપની પૂજા થઈ રહી છે.

પરંતુ શું તમે જાણો છો શ્રીકૃષ્ણની પૂજામાં કઈ કઈ વસ્તુઓ હોવી જરૂરી હોય છે? નથી જાણતાં તો જાણી લો. સુંદર આસન શ્રીકૃષ્ણની મૂર્તિની સ્થાપના હંમેશા સુંદર આસન પર કરવી જોઈએ. આ આસન લાલ, પીળા અથવા કેસરી રંગનું હોવું જોઈએ. આ આસન પર સુંદર બુટા અને જરદોસી કામ કરેલું હોવું જોઈએ.

પાઘ ભગવાનના ચરણને ધોવા માટે ખાસ પાત્ર હોય છે જેને પાઘ કહેવાય છે. આ પાઘમાં શુદ્ધ પાણી ભરવું અને તેમાં ગુલાબની પાંદડી ઉમેરવી જોઈએ. પંચામૃત મધ, ઘી, દહીં, દૂધ અને ખાંડ એક પાત્રમાં મીક્સ કરવા. આ દ્રવ્યને પંચામૃત કહેવાય છે. આ દ્રવ્ય વિના શ્રીકૃષ્ણની પૂજા પૂર્ણ ગણાતી નથી.

નિયમિત પૂજા કરી પંચામૃતનો ભોગ જરૂરથી ધરાવવો. પૂજામાં ઉપયોગમાં લેવાતાં દૂર્વા, કંકુ, ચોખા, અબીલ, અગર, ફૂલ અને શુદ્ધ જળને અનુલેપન કહેવાય છે. આ તમામ વસ્તુઓનો ઉપયોગ શ્રીકૃષ્ણની પૂજામાં થવો જોઈએ.

ધૂપ-દીપ શ્રીકૃષ્ણની પૂજા કરતી વખતે સુગંધી ધૂપનો ઉપયોગ ભૂલ્યા વિના કરવો અને તેની સાથે ચાંદી, તાંબા અથવા માટીના પાત્રમાં શુદ્ધ ઘીનો દીવો પ્રજ્વલિત કરવો.

દરરોજ સવારમાં આવી ધર્મને લગતી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

Leave a Reply

Your email address will not be published.