ચોટીલા નો ઇતિહાસ:-ચોટીલા વાળી માં ચામુંડા દૂરથી જ ડુંગર પર મા લખેલો શબ્દ…

ચોટીલા વાળી માં ચામુંડા દૂરથી જ ડુંગર પર મા લખેલો શબ્દ જાણે કે સૌ કોઈ માતાની હયાતીનો કરાવી રહ્યું છે અહેસાસ. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં માંડવ ની ટેકરીઓ ના સૌથી ઊંચા ચોટીલા ડુંગર પર બિરાજમાન મા ચામુંડા. જય માં ચામુંડા બોલતા સુરક્ષા શાંતિ અને સમૃદ્ધિ નો અનેરો અહેસાસ થાય છે.

ચોટીલા ડુંગર એ જ્વાળામુખી વિસ્ફોટ થી બનેલો ડુંગર છે. આ ડુંગર પર માતા ચામુંડા પ્રાચીન મંદિર આવેલું છે. માં ચામુંડા આ પર્વત પર કેવી રીતે બિરાજમાન થયા તેની સાથે એક રોચક ઈતિહાસ જોડાયેલો છે.

દેવી ભાગવત અનુસાર આ વિસ્તારમાં ચંડ અને મુંડ નામના રાક્ષસ ખૂબ જ ત્રાસ હતો. જે દેવી-દેવતાઓ અને આજુબાજુના લોકોને હેરાન કરતા હતા. જેના કારણે આવ્યાં ભયંકર રાક્ષસોના ત્રાસથી મુક્તિ મળે તે માટે માતા પાર્વતી જોડે પ્રાર્થના કરી માતા પાર્વતીએ આ બંને રાક્ષસોનો ખતમ કરવા બે સ્વરૂપ ધારણ કર્યા અને આ બંને રાક્ષસોનો વધ કર્યો. માટે ચંડ મુંડ વિનાસી માં ચંડી ચામુંડા કહેવાયા.

માતાજીએ બે સ્વરૂપો ધારણ કર્યા હતા તેથી માતાની પ્રતિમા દ્વિમુખી જોવા મળે છે. શ્રી ચામુંડા માતાજી ગોહિલવાડના ગોહિલ દરબાર જુનાગઢ તરફના સોલંકી દોઢીયા પરમાર વગેરે કુળના રાજપુત ચોટીલા વિસ્તારોના કાઠી દરબારો દરજી સોની પંચાલ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ કચ્છના રબારી તથા આહીર સમાજ દિવ સોમનાથ વેરાવળ તરફ ખારવા સમાજ મોરબી તરફના સતવારા સમાજ તથા અન્ય ઘણા બધા સમાજ ની કુળદેવી તરીકે મા ચામુંડા પૂજાય છે.

ચોટીલા ડુંગર ઉપર વરસો પહેલા મંદિર ની જગ્યાએ નાનો ઓરડો હતો. તે સમય ડુંગર પર ચડવા પગથિયાં પણ ન હતા. છતાં લોકો માં ચામુંડા ના દર્શન કરવા આવતા હતા. આશરે 155 વર્ષ પહેલા મહંત શ્રી ગોસાઈ ગુલાબ ગીરી બાપુ ડુંગર ઉપર ચામુંડા માતાજીની પૂજા કરતા અને મંદિરના વિકાસના ખ્યાલ કરતા હતા.

મહંત સે ગુલાબ ગીરી બાપુ ના પરિવાર દ્વારા દર વર્ષે આસો માસની નવરાત્રિમાં ડુંગર પર નવચંડી હવન કરવામાં આવે છે. નવા વર્ષના આરંભથી લાભપાંચમ સુધી ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે.

Leave a Reply

Your email address will not be published.