સ્ત્રીઓને ગર્ભાવસ્થામાં આ બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.જાણો

  • by

બાળક એવી વસ્તુ છે જેને તમે નવ મહિના સુધી તમારા પેટમાં રાખો છો, ત્રણ વર્ષ સુધી તમારી બાહોમાં રાખો છો તથા તમારા મૃત્યું સુધી તે તમારા દિલમાં રહે છે. મેરી મેનસનના આ શબ્દ કેટલા સાચા છે દરેક મહિલા બાળકને જન્મ આપવા માંગે છે તથા તેની જીંદગીમાં તેનાથી વધુ બીજી કોઇ ખુશી હોઇ ન શકે.

પરંતુ આ વરદાનની સાથે કેટલીક અસુવિધાઓ પણ જોડાયેલી છે તથા માતા બનતા પહેલાં દરેક મહિલાને આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. નીચે ગર્ભાવસ્થા સંબંધિત કેટલીક સામાન્ય સમસ્યાઓ કહેવામાં આવી રહી છે.
આ ઉપરાંત ગર્ભાવસ્થામાં આવનાર અન્ય ઘણી સામાન્ય સમસ્યાઓ જેમ કે, માથાનો દુખાવો, હાઇ બ્લડપ્રેશ, કેટલાક વિશિષ્ટ ખાદ્ય પદાર્થ ખાવાની ઇચ્છા અને ગળામાં ખરાશ થવી છે.

  • ઉલટી

આ ગર્ભાવસ્થામાં થનાર એક સામાન્ય વાત છે જેનો સામનો દરેક મહિલાએ કરવો પડે છે પરંતુ જો આ સમસ્યા ખૂબ વધી જાય તો આવી સ્થિતિમાં ડોક્ટર સાથે પરામર્શ કરવી જરૂરી છે.

  • મોર્નિંગ સિકનેસ (સવારે થનાર ઉબકા)


હાર્મોંસમાં પરિવર્તન થવાના કારણે મોર્નિંગ સિકનેસની સમસ્યા આવે છે જે આખો દિવસ રહે છે. મોર્નિંગ સિકનેસને રોકવાનો એક ઉપાય એ છે કે થોડી થોડી વારના અંતરે થોડું થોડું ખાવ, ભોજનની સાથે સાથે તરલ પદાર્થ ન લો તથા ઘરમાં વેંટિલેશન (હવાનો પ્રવાહ) સારો બનાવી દો.

  • સોજો


ગર્ભવતી મહિલાઓની આ એક સામાન્ય સમસ્યા છે જો કે સોજાનું સ્તર દરેક વ્યક્તિ માટે અલગ-અલગ હોય છે. ખૂબ લાંબો સમય ઉભા ન રહો અને એવા પગરખાં પહેરો જે ખાસ કરીને આ સમસ્યાનો સામનો કરવા માટે બનાવવામાં આવ્યા હોય.

  • અનિદ્રા (ઉંઘ ન આવવી)


ગર્ભાવસ્થા દરમિયાન હાર્મોંસમાં પરિવર્તન અને અસુવિધાઓના કારણે અનિદ્રાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ સમસ્યાનો સામનો કરવા માટે કેફીન, આલ્કોહોલ અથવા વસાયુક્ત પદાર્થોનું સેવન કરવાનું ટાળો.

  • થાક


ગર્ભાવસ્થા દરમિયાન થાકથી બચવા માટે યોગ્ય ઉંઘ લો તથા આરામ કરો. એનીનિયાથી બચવા માટે આયરન (લોહ તત્વ)થી સમૃદ્ધ આહાર લો કારણ કે એનીમિયાના કારણે જ થાકનો અનુભવ થાય છે.

  • પીઠનો દુખાવો


પેટની આસપાસ વજન વધવાના કારણે મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન પીઠના દુખાવાનો સામનો કરવો પડી શકે છે. આરામદાયક પગરખા પહેરો તથા ભારે વસ્તુઓ ન ઉપાડો કારણ કે તેનાથી તમારી સમસ્યા વધી શકે છે.

  • કબજિયાત

આ શરીરના ચયાપચયમાં પરિવર્તનના કારણે થાય છે. પાણી વધુ પીઓ તથા ફાઇબર (રેશાયુક્ત) આહાર લો. પગમાં સંકોચન:રાત્રે સુતાં પહેલાં પગની આંગળીઓને ગોળ ફેરવીને કસરત કરો. ધીરે ધીરે માલિશ કરો. મેગ્નેશિયમ અને પોટેશિયમથી યુક્ત આહાર લો.

  • શ્વાસ લેવામાં તકલીફ થવી

 

ગર્ભવતી મહિલાઓના શરીરમાં દબાણ વધવાના કારણે આ સમસ્યા થાય છે. જ્યારે પણ તમને શ્વાસ લેવામાં તકલીફ થાય તો આરામ કરો અને જો સમસ્યા વધી જાય છ તો કોઇને મદદ કરવા માટે કહો.

Leave a Reply

Your email address will not be published.