ગરુડ પુરાણ – આ 3 કામો ને ક્યારેય અધૂરા ન છોડવા જોઈએ..

  • by

આપણા ધર્મ ગ્રંથો માં અનેક એવી વાતો બતાવવામાં આવી છે કે જે આપણા જીવન નિયંત્રણ માં કામ માં આવે છે,ગરુડ પુરાણ પણ એક એવો જ ગ્રંથ છે જે આપણા જીવન સાથે જોડાયેલી અનેક વાતો થી અવગત કરાવે છે,આ વાતો આપણા માટે જાણવી ખુબજ જરૂરી છે.ગરુડ પુરાણ માં 3 એવા કામ જણાવવામાં આવ્યા છે કે તેને અધૂરા છોડવાથી ભવિષ્ય માં ઘણી પરિસ્થિતિઓ નો સામનો કરવો પડે છે.જાણો કે આ 3 કામ ક્યાં ક્યાં છે.

  • 1.ઋણ અથવા ઉધાર

ઋણ અથવા ઉધાર લીધેલા પૈસા કોઈ પણ સ્થિતિ માં સમયસર પાછા આપી દેવા જોઈએ.જો ઋણ પૂરું નથી થતું તો તેને પુરા વ્યાજ સાથે પાછા આપી દેવા જોઈએ.ઉધાર લીધેલા ધન ને કારણે સબંધો માં દરાર આવે છે.આવી પરિસ્થિતિ માં બચવા માટે કોઈનું પણ ધન લીધેલુ હોય તો તરત જ પાછું આપી દેવું જોઈએ.

  • 2. બીમારી

જો કોઈ વ્યક્તિ બીમાર હોય તો તેની તાત્કાલીક સારવાર કરાવી ને તેની તબિયત સુધારવી જોઈએ.જે લોકો પૂર્ણ રીતે સ્વસ્થ ન હોવા છતાં પણ દવા લેવાનું બંધ કરી દે છે. તેઓ ને ભવિષ્ય માં ફરી તે માંદગી નો સામનો કરવો પડે છે.પાછી આવવા વાળી બીમારીઓ ઘણી જેરી સાબિત થઈ શકે છે.

  • 3. આગ

જો ક્યાંય આગ લાગેલી હોય તો તેને તરતજ અને પુરી રીતે ઠારી દેવી જોઈએ.જો નાની એવી ચિનગારી પણ રહી ગઈ હોય તો તે ફરી મોટી આગ માં પરિવર્તિત થઈ શકે છે.આનાથી જાન અને માલ ને નુકસાન પહોંચાડી શકે છે.

Leave a Reply

Your email address will not be published.