જુનાગઢ ની વાત આવે ત્યારે મગજમાં એક જ વસ્તુ આવે છે., જૂનાગઢમાં આવેલો ગરવો ગીરનાર. ગિરનાર દરેક વ્યક્તિ માટે આસ્થાનું પ્રતિક છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગિરનાર ચડવા માટે આવે છે. ગિરનારની ટોચ પર દતાત્રે ભગવાનનો વાસ છે. તમે ઘણી વખત ગિરનારના પગથિયા ચડીને દર્શન કરવા માટે જાવ છો. પણ શું તમે ક્યારેય વિચાર્યું, આ બધા પગથીયા કોને બનાવ્યા? કેવી રીતે બનાવ્યા?
ગિરનાર તથા તેના પગથિયાના બાંધકામ એક મોટો ઇતિહાસ જોડાયેલો છે. આપણે સૌ જાણીએ છીએ કે ગિરનાર ગુજરાતનો સૌથી ઉંચો પર્વત છે. આખું વર્ષ લોકો અહીં યાત્રા કરવા માટે આવે છે. અને દેવદિવાળીની સમયે લોકો ગિરનારની પરિક્રમા નો આનંદ માણે છે.
આ વાત સદીઓ પહેલાની છે કે જ્યારે ગુજરાતની વિજય બનાવીને ઉદયન મંત્રી રણ છાવણી ને વિજય બની ને પાછા આવતી વખતે તેઓ મૃત્યુ પામ્યા હતા. આ સમય દરમિયાન તેણે પોતાના પુત્ર ને એક પત્ર આપ્યો હતો. જ્યારે તેના પુત્રે આ સંદેશો વાંચ્યો ત્યારે તેમાં જણાવ્યું કે મારી ઈચ્છા એ છે કે શેત્રુંજય પર યુગાદી દેવ મંદિરનુ હું નવસર્જન કરું. અને ગિરનાર દીઠ પર હું પગથિયા બનાવું.
પિતાનું આ સંદેશ વાંચીને તેના પુત્ર નાણામંત્રીએ શેત્રુંજય પર યુગાદી દેવનું મંદિર બનાવડાવ્યું. તેમને મહાત્મ્ય ઉદયની એક ઇચ્છા પૂરી કરી પણ હવે ગિરનાર તીઠ પર પગથિયાં બનાવવાનું બાકી હતું.તે ઈચ્છા પૂરી કરવાની બાકી હતી.
તેના પિતા જણાવ્યા અનુસાર મંત્રી ગિરનાર પર પગથિયા બનાવવા માટે જૂનાગઢ આવ્યા. અહીં તેઓએ પર્વત ઉપર ઊંચી ખડકો અને ભેખડો જોઈ. તેઓએ પર્વતનો વિરાટ ઘેરાવો અને વાદળ સાથે વાત કરતાં શિખરો જોયા. તેઓ આ બધું જોઈને શરૂઆતમાં મૂંઝાઈ ગયા. આટલા બધા વિરાટ પર્વત ઉપર રસ્તો કઈ રીતે બનાવવો.
તેઓની સાથે આવેલા શિલ્પીઓ ઘણી બધી મહેનત કરી પરંતુ કોઈને સમજાતું ન હતું કે રસ્તા ની શરૂઆત ક્યાંથી કરવી. મંત્રીએ ખૂબ જ વિચાર્યું અને ખૂબ માથાકૂટ કરી તેમ છતાં તેને સમજાતું ન હતું. કે ગિરનાર માટેનો રસ્તો ક્યાંથી પસાર કરવો.
ત્યારબાદ તેને ગિરનાર ની રક્ષા કરતા યાદ આવી. તેઓ સંકલ્પ કરીને માતા અંબાના ચરણોમાં બેસી ગયા. તેના મનમાં માત્ર એક જ વાત હતી. માતા તું મને રસ્તો બતાવો કેવી રીતે ગિરનાર ચડવા ના પગથીયા બનાવી શકું.
હું મારા પિતાની આપેલ વચન માંથી મુક્ત થઈ શકું. તેઓએ માતાના આશીર્વાદ લેવા માટે ઉપવાસ શરૂ કર્યું દિવસો વીતવા લાગ્યા.ત્રણ દિવસ થયા મંત્રીને વિશ્વાસ હતો કે અણધારી રીતે માતા મારી આનો ઉકેલ જરૂર લાવશે. અને બન્યું પણ એવું જ. તેમનો વિશ્વાસ સાચો ઠર્યો.
ત્રીજા ઉપવાસના અંતિમ દિવસે માતા અંબા હાજર થયા અને કહ્યું કે હું જે રસ્તે અક્ષત વેરતી જવ એ રસ્તે પગથિયાનું સર્જન કરજે. આ સાંભળીને મંત્રી ખૂબ ખુશ થયો. વાતાવરણ ની અંદર આનંદ છવાઈ ગયો. માતા અંબિકા ગિરનારમાં મુશ્કિલ રસ્તાઓ વચ્ચે જોખા કરતા ગયા અને માતાના રસ્તે રસ્તે પગથિયાં ના દાખના પડતા ગયા.
એક સ્થિતિ એવી પણ આવી કે જ્યારે વાતાવરણ ની અંદર દાખના ઓ નો ધ્વનિ જગ ઘૂમી રહ્યો. આટલું કર્યા બાદ ઋણમુક્તિ ના આનદ થી બાહાડ આનંદિત થઈ ગયો. અને ૬૩ લાખ ના ખર્ચા પર પછી ગિરનારના પગથિયા બન્યા. અને ગિરનારના તીર્થ ની વાત કંઈક સેહલી થઈ.