ઈન્ટરનેટ પરની કેટલીક રસપ્રદ અને માણવા જેવી સાઇટ્સ..

  • by

ઇન્ટરનેટ ની દુનિયાએક મહાસાગર છે, જેમા ઘણી બધી રસપ્રદ અને રહસ્યમય વેબસાઈટ છે એમાંથી કેટલીક ફની અને મસ્ત સાઈટસ વિશે આજે તમને માહિતી આપીશ, આવો જોઈએ અને ચેક કારીએ આવી મસ્ત મસ્ત સાઇટ્સ, જેને તમે જન્માષ્ટમી ની રજાઓ માં માણી શકશો.

Zoomquilt.com


આ સાઈટ ખોલશો તો એક અનલિમિટેડ ઝૂમ ઇમેજ આવશે જે સુક્ષ્મ રીતે ઝૂમ થયા જ કરે છે થયા જ કરે…બહુ જ મજા આવશે

pointerpointer.com

આ સાઈટ પર તમે જે જગ્યાએ આંગળી રાખશો ત્યાં કર્સરનુ પોઇન્ટર લોકેશન બતાવશે અને એ પણ માણસ પોતાની આંગળી સાથે સાઈટ ખોલવાથી તમને ખબર પડી જશે…

Patience is a virtue.com

આ સાઈટ ખોલો શું થાય છે?? શું તમારા નેટવર્કમાં પ્રોબ્લેમ છે કે પછી loading please wait થવામાં વાર લાગે છે ?? હા હા હા તમારી ધીરજ ચકાસવાનો આ સરસ મોકો

Cleverbot.com

રોબોટ સાથે ચેટ કરો (ઇંગ્લીશમાં) કઈ પણ પુછો વાત કરો.

The Useless Web.com


કંટાળો દુર કરવા માટે છે સાઈટ પર જાઓ અને પ્લીઝ પર ક્લિક કરો અવનવી યુસલેસ સાઈટ ખુલશે…

100,000 Stars.com

આપણું બ્રહ્માંડ અને આકાશગંગાની માહિતી વગેરે વગેરે….

CAT BOUNCE.COM


બિલાડીઓ કુદકા મારતી બિલાડીઓ ફની જોવા મળશે.

A Soft Murmur.com

વરસાદના અવાજો વિજળી અને સમુદ્રની લહેરો… તમે એડજસ્ટ કરી નવો અલગ સાઉન્ડ બનાવી શકો છો પ્લે બટન પર ક્લિક કરવાથી વાગશે….કુદરતી અવાજો સાંભળો….વેબસાઇટમા પ્લે સ્ટોરની એન્ડ્રોઇડ એપ લિંક પણ છે ઇન્સ્ટોલ કરી શકો છો

Gravity Points.com

જે જગ્યાએ સ્ક્રિન પર અડશો ત્યાં ગ્રેવીટી બનશે નાના નાના ટુકડા પરિભ્રમણ કરવા લાગશે..

Hacker Typer.com

ફિલ્મોમા કાળી સ્ક્રિન પર લીલા ફોન્ટવાળી હેકર સ્ક્રિન જોઈ હશે અહિ તમે કઈ પણ ટાઈપ કરશો એવા જ ફોર્મેટમા લખાવા લાગશે અને હેકર જેવી ફીલિંગ આવશે.

આપનો અનુભવ જરૂર થી જણાવશો મિત્રો.

author by :- prayaggraj

Leave a Reply

Your email address will not be published.