ભારતીય રસોઈ ની એક વિશેષતા એ છે કે તેમાં ઘણી સારી વસ્તુઓ નો સાચો ઉપયોગ કરી મનપસંદ સ્વાદ મેળવી શકાય છે. ભારતીય વ્યંજન માત્ર સ્વાદ માં બે જોડ તો છે જ પરંતુ વિભિન્ન પ્રકારની સામગ્રીનું સાચી સંતુલનના કારણે તે સ્વાસ્થ્યવર્ધક પણ છે. ભારતીય પાક કળા માં મસાલાનો ઉપયોગ અલગ જ મહત્વ ધરાવે છે.
આપણા ખાદ્ય પદાર્થોમાં ઘણા મસાલાઓ ના નામ પરથી ઓળખાય છે. જેમ કે વધારે પસંદ કરાતા જીરા રાઈસ. આ જીરુ માં ઘણા બધા ગુણો રહેલા છે. જેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. જીરું કાળા સફેદ અને બદામી રંગનું હોય છે. જીરાના સ્વાસ્થ્ય સંબંધિત અનુપમ ગુણ છે જેનાથી તે ભારતીય રસોઈમાં મહત્વનો ભાગ ભજવે છે.
પરંતુ પહેલાના જમાનામાં તે રોમન ગ્રીક અને મિશ્ર સંસ્કૃતિનો પણ ખાસ મહત્વ નો ભાગ હતો. તે એટલું ખાસ હતું કે તે સમયમાં તેનું કરન્સી ના રૂપમાં ઉપયોગ થતો હતો. જીરું શરીરના દરેક ભાગ માટે ફાયદાકારક છે. કારણ કે તેની તાસીર ગરમ છે. જેના ઉપયોગથી વિવિધ પ્રકારના લાભ થાય છે.
જીરા ના ફાયદા:-
૧) લોહીનો સંચાર સારી રીતે કરવો કે પછી વજન ઘટાડવું હોય જીરું બન્ને માટે કામ કરતો ઉપાય છે. હિંગને વાટીને કાળું મીઠું અને જીરું સરખા ભાગે ભેળવીને ચૂર્ણ બનાવી લો. આ ચુર્ણને રોજ દહીં સાથે લેવાથી શરીરમાં ચરબી ઓછી થાય છે.
૨) જીરું ને આખી રાત પાણીમાં પલાળી રાખો સવારે આ પાણી ને જીરું સાથે ઉકાળી લો. તે પાણીને એસ. કે લેવાથી તથા વધેલું પાણી જીરું સાથે ખાઈ લેવાથી વજન ઓછું થવાની શરૂઆત થઇ જાય છે એકવાર ધ્યાન રાખશો કે આ જીરું ને ખાધા પછી લગભગ એક કલાક સુધી કંઈપણ ખાવું કે પીવું નહિ.
૩) આપણા શરીરમાં વિભિન્ન કારણોથી ગંદકી આવી જાય છે. જેનાથી શરીરમાંથી પરસેવો અને અનન્ય રૂપે તે બહાર નીકળે છે. જીરુનો નિયમિત ઉપયોગ કરવાથી શરીરનું શોધન કરવાની પ્રક્રિયાને તેજ કરે છે અને શરીરની ગંદકી ખીલ દાગ અન્ય રૂપે બહાર આવતી નથી. આમ ત્વચા સાફ અને સુંદર બને છે.
૪) જીરામાં વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં હોય છે. જેનાથી તે ત્વચાને સ્વસ્થ રાખવાનું કાર્ય કરે છે. જીરામાં પ્રાકૃતિક તેલ હોવાની સાથે-સાથે એન્ટિફંગલ ગુણ પણ છે . જેનાથી ચામડી ઇન્ફેક્શનથી પણ બચી શકાય છે.
૫) જીરા ની અંદર ત્વચા સંબંધિત બીમારીઓ જેમ કે એક્ઝિમા,શોપરીઝીસ, વગેરેને ઠીક કરવાના ગુણ રહેલા છે. જીરાના પાવડરની ને તમે તમારા ફેસપેક મા પણ મિક્સ કરી શકો છો.
૬) જીરામાં મળતો વિટામિન, ઈ ચામડી પર થતી ઉંમરની અસર ઓછી કરે છે.
૭) જો તમે હથેળીમાં થોડી ગરમી જેવું અનુભવો છો તો જીરાના પાણીને ઉકાળી ઠંડુ થયા પછી તરસ લાગે ત્યારે પીવું જો તમે દર વખતે જીરાનો ગરમ પાણી પી શકતા હોવ તો તેનો ફાયદો જલદી થશે.
૮) જીરાનો ઉપયોગ થી બનેલો ફેસપેક ખૂબ જ ફાયદાકારક છે જેને હળદરની સાથે મિક્સ કરી બનાવી શકાય છે. જીરાના પાઉડર અને હળદર ને મિક્સ કરી મધની સાથે લઈ શકાય છે. આ પેસ્ટને ચહેરા પર લગાવી સુકાઈ ત્યાં સુધી રાખવી. આનાથી ત્વચા નરમ અને તેજસ્વી થાય છે.
૯) જીરાના ઉપયોગથી માથાના ખોડા થી છુટકારો મેળવી શકાય છે. જીરાને તેલમાં ગરમ કરી ગરમ તેલથી માથા પર માલિશ કરો અને ખોડા થી છુટકારો મેળવી લો.
૧૦) ડાયાબિટીસના દર્દી માટે જીરું અત્યંત લાભકારી છે. આ રક્તમાં શુગરને ઓછું કરવામાં મદદરૂપ છે.
૧૧) જીરામાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. જેનાથી તે લોહીની ઉણપ એટલે કે એનીમિયા ને દૂર કરે છે. અને રક્તમાં હિમોગ્લોબિન ના સ્તર ને વધારે છે. તે શરીરમાં ઓક્સિજન બધા અંગો માં સારી રીતે પહોંચાડે છે.
૧૨) દમના દર્દીને જીરા થી ખુબજ લાભ થાય છે. એમાં થાઈમોકિનોન નામનું તત્વ હોય છે. જે દમ ને રોકવામાં મદદ કરે છે.
૧૩) પીસેલા જીરું અને બે ગ્રામ મધની સાથે થોડા ગરમ પાણીમાં મિક્સ કરી પીવાથી પેટના દર્દમાં આરામ મળે છે.
૧૪) 10 ગ્રામ સફેદ જીરું ને પીસીને તેને ૧૦૦ ગ્રામ પાણીમાં રાત્રે પલાળી લો. અને સવારે તેને ગાડી તેમાં ખાંડ ભેળવીને પીવું હાલો જેનાથી હૃદયની દુર્બળતા દૂર થાય છે.
૧૫) જીરામાં એન્ટી બેક્ટીરિયલ ગુણ ભરમાર હોય છે શરદી અને ખાંસી માટે આ ઉત્તમ ઘરેલુ ઉપાય છે. તેમાં રહેલા પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં પણ ઉપયોગી થાય છે.