જો તમને ખરજવું થયું છે તો તેના માટે દેશી ઘરેલું ઉપાયથી રાહત મેળવો..

ગાજરને વાટી તેમાં થોડું મીઠું નાખી ગરમ કરી ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે.ખોરાક અથવા ખજુરના ઠળીયાને બાળી તેના રાખ કપુર અને હિંગ સાથે મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે.તાજણીયાની લાજીના રસમાં સાકર મેળવીને પીવાથી ખસ મટે છે. ખરજવા ઉપર લીમડાના બાફેલા પાન બાંધવાથી અને લીમડાનો અર્ધો કપ રસ સવાર-સાંજ પીવાથી ખરજવું મટે છે.

પપૈયાનું દૂધ અને ટંકણખારને ઉકળતા પાણીમાં મેળવીને લેપ કરવાથી ખરજવું ખસ મટે છે.
જવના લોટમાં તલનું તેલ અને છાશ મેળવીને લગાડવાથી ખુજલી મટે છે.કોપરૂં ખાવાથી અને કોપરૂં બારીકવાટી શરીર પર ચોપડવાથી ખંજવાળ મટે છે. ટમેટાના રસમાં તેનાથી બમણું કોપરેલ મેળવી શરીર પર માલીશ કરી, અર્ધા કલાક પછી સ્નાન કરવાથી ખુજલી મટે છે.

ત્રણ દિવસનો વાસી પોશાખ ખરજવા ઉપર દિવસમાં સવાર-સાંજ ચોપડવાથી ખરજવું ચોક્કસ મટે છે.(ત્રણ ખાટલી રાખી રોજ એક ખાટલીમાં પોશાખ બરતા રહેવું)આમળા બાળી તલના મેળવી શરીર પર માલીશ કરવાથી અને સ્નાન કરવાથી ખુજલી મટે છે.

ચણાનો લોટ પાણીમાં મેળવી શરીરે માલીશ કરવાથી અને સ્નાન કરવાથી ખુજલી મટે છે.રાઈને દહીંમાં વાટીને ચોપડવાથી દરાજ મટે છે.એરીયો દહીંમાં વાટીને ચોપડવાથી દરાજ મટેછે.તુવેરના પાન બાળી દહીંમાં મેળવી ચોપડવાથી ખસ મટે છે.આખા શરીરે ખુજલી આવતી હોય તો સરસીયાના તેલનું માલીશ કરવાથી ખુજલી મટે છે.કોપરેલ તેલ અને લીંબુનો રસ મેળવી શરીર પર માલીશ કરવાથી ખુજલી મટે.ખંજવાળ આવતી હોય તો તુલસીના પાનનો રસ ઘસવાથી મટે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *