કરોના મહામારીમાં તમારી ઇમ્યુનીટી સિસ્ટમ વધારવા માટે રામબાણ ઈલાજ છે લીંબુ નો ઉકાળો આ રીતે બનાવો જરૂર થશે ફાયદો.

કોરોના વાયરસનો પ્રકોપ દુનિયાભરમાં ફેલાઈ ચૂક્યો છે. કોરોનાના સંક્રમણથી બચવા માટે લોકો અનેક પ્રયાસ કરી રહ્યા છે. ડૉક્ટર્સ અને નિણ્ણાંતોનું કહેવુ છે કે, કોરોનાના સંક્રમણનો ખતરો ઓછી ઈમ્યૂનિટીવાળા લોકોને વધારે હોય છે. એવામાં ઈમ્યુનિટીવાળાને અધિક છે. એવામાં ઈમ્યૂનિટી મજબૂત કરવા માટે હેલ્દી ફૂડ્સ અને લાઈફસ્ટાઈલ ફોલો કરવાની જરૂરિયાત છે.

ઈમ્યૂનિટી મજબૂત કરવા માટે આયુર્વેદ પણ એક સારો વિકલ્પ છે. તજ અને લીંબુથી બનાવેલ ઉકાળો ન માત્ર ઈમ્યૂનિટીને મજબૂત કરે છે, પરંતુ શરદી, ઉધરસ અને ગળાની ખારાશને પણ ઓછી કરે છે. આવો જાણીએ તજ અને લીંબુનો ઉકાળો કેવી રીતે બનાવીએ.

સૌ પ્રથમ તજનો પાવડર, લવિંગનો પાવડર, કાળા મરીનો પાવડર, હળદર અને આદુને ઝીણુ પીસી લો. ત્યારબાદ એક પેનમાં પાણી ગરમ કરો અને 1 થી 2 ચમચી આ પાવડરના મિશ્રણને આ પાણીમાં નાખો. હવે તેને ઓછામાં ઓછા 20 થી 25 મિનિટ માટે ઉકળવા દો. ફરી પાણીને ગાળી લો અને હળવુ ઠંડુ થયા બાદ ફરીથી પીવો. તેમાં અંતમાં તમે લીંબુના રસને પણ મિક્સ કરો. સ્વાદ માટે તમે તેમાં મધ પણ મિક્સ કરી શકો છો.

આ ઉકાળાને દિવસમાં બે વખત જરૂરી પીવુ જોઈએ. સવારે ખાલી પેટ અને સૂતા પહેલા આ ઉકાળાનું સેવન કરવુ જોઈએ. જો તમે નિયમિત રૂપથી આ ઉકાળાને પીશો તો અઠડાવાડિયમાં તમારી ઈમ્યૂનિટી મજબૂત થઈ શકે છે. સાથે જ શરદી, ઉધરસ અને ગળામાં ખરાશની સમસ્યા પણ દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published.