દોસ્તો આપણે સૌ વાકેફ છીએ કે કોરોના મહામારી કેવી રીતે વિશ્વકક્ષા એ ખૂબ ખરાબ રીતે ફેલાય રહી છે, અને જ્યાં જોઈએ ત્યાં હાહાકાર નો માહોલ છે તેની વચ્ચે ગુજરાત માં પણ કોરોના ના કેસ ખૂબ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે આપ સૌ આપના જિલ્લા ની માહિતી થી વાકેફ હશોજ.અને હવે તો એવું પણ બનવા માંડ્યું છે કે આપણા નજીક ના મિત્રો, સ્નેહીઓ પણ ક્યાંય ને ક્યાંય કોરોના પોઝિટિવ આવવા લાગ્યા છે, ત્યારે એક ચર્ચા એવી પણ ચાલે છે લોકો દ્વારા કે લોકડાઉન ફરીથી લગાવીએ જેથી કોરોના થી બચી શકાય, પરંતુ શું પ્રેક્ટિકલી એવું થાય ખરું કે લોકડાઉન થી કોરોના થી બચી શકાય, (હા સંક્રમણ ફેલાય ઓછું) સરકારશ્રી એ લોકડાઉન અને અનલોક કરીને આપણને શીખવ્યું છે કે આ મહામારી માં કેમ જીવવું અને કેવી રીતે આ મહામારી ને હરાવવી, જેમ કે કોઈ વસ્તુ લેવા કે કામગીરી થી લોકો અત્યારે અનલોક માં બહાર નીકળે છે એજ કામગીરી કે વસ્તુ માટે લોકડાઉન માં પણ નીકળે અને એ સમય ની મર્યાદા માં નીકળે એટલે વધુ ભીડ થાય અને સંક્રમણ ની શકયતા પણ વધે, તો હવે શું કરવું?
માસ્ક પહેરવા થી એક તો બીજા જે તે વ્યક્તિ ના સ્વાછોશ્વાસ થી બચી શકીએ અને મહત્વ નું એ કે છીંક, ખાંસી કે અન્ય ઉદ્વેગો થી બચી શકાય. અને સૌથી મહત્વ નું એ કે આપણે લોકોએ સામાજિક દુરી નું પાલન કરવુંજ પડશે અને એજ આપણુ નબળું પાસુ છે કેમ કે મળીને હાથ મિલાવવા અથવા તો ભેટવું એ આપણી ટેવ બની ગઈ છે, જે ટેવ આપણે આ સમય માં પણ નથી ભૂલી શકતા.
તો આવો આ મહામારી ને હરાવીએ અને એ પણ ડર્યા વગર..
1. માસ્ક ફરજીયાત પહેરીને બતાવીએ લોકો ને કે હું પોતે જાગૃત છું અને તમે પણ રહો.
2. હાથ મિલાવવા કે ગળે મળવા ને બદલે નમસ્કાર કરીને આપણી સંસ્કૃતિ પણ બતાવીએ અને એક નવો અનુભવ કરીયે અને એક નવી ટેવ કેળવીએ.3. જરૂર વગર બહાર કે બજાર ના જઈએ જેનાં થી જીવ તો બચશે સાથે સાથે આપણા પોતાના માં પણ એક નવી રચનાત્મકતા નો અનુભવ થાશે.
4. હાથ અને મોં ને સતત સેનેટાઇઝ કરીયે, એક સેનેટાઇઝર સાથેજ રાખીયે એટલે મન પણ પ્રફુલ્લિત રહેશે કેમ કે એના થી સ્વચ્છતા નો અનુભવ થવાની સાથે સોડમ પણ સારી આવશે.
5. આજ બધા નિયમો અને સરકારશ્રી ની સૂચનાઓ નું પાલન કરીયે અને બીજા લોકો ને પણ કરાવીને એક સુંદર અને હાથવગી સેવા કરવાનો લાભ પણ લઈએ.
Author by:- prayaggraj