ઘણા લોકોની આદત હોય છે કે તે મોં ધોતા સમયે સાબુનો વારંવાર ઉપયોગ કરે છે. પરંતુ આ વાત આપણાને બાળપણમાં સમજાવવામાં આવી છે કે ક્યારેય ચહેરાને સાબુથી ન ધોવો જોઇએ. એટલું જ નહીં તમે સ્કિન સ્પેશ્યાલિસ્ટ પાસે જશો તો પણ તે તમને ચહેરો ધોવા માટે ફેસ વોશ લગાવવાની જ સલાહ આપશે.
સ્નાન કરતા સમયે સાબુનો ઉપયોગ શરીરને ધોવા માટે કરવામાં આવી શકે છે. પરંતુ ચહેરા પર તેનો ઉપયોગ નુકસાનકારક હોય શકે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે સાબુ આટલો ખરાબ કેમ છે. જેને તમે ચહેરા પર ઉપયોગ નથી કરી શકતા. તો આવો જાણીએ તેનું કારણ.
માનવની ત્વચાનું પીએચ સ્તર 4-6.5ની વચ્ચે હોય છે ત્યારે જ્યારે આપણી સ્કિન ઓઇલી હોય છે. જ્યારે બીજ તરફ સાબુ વધારે ક્ષારીય હોય છે. જેથી જો તમે ત્વચા પર સાબુનો ઉપયોગ કરો છો તો તે તેના પીએચ સંતુલન અને એસિડ મેંટલને ખરાબ કરે છે. જેનાથી ત્વચાની સ્થિતિ ખરાબ થઇ જાય છે. જે તમારી ત્વચા પર ખરાબ અસર કરી શકે છે.
ભલે તમારી ત્વચા ઓઇલી હોય, પરંતુ તમારે સ્કિન પર સાબુનો ઉપયોગથી બચવું જોઇએ સાબુ ત્વચાને પ્રાકૃતિક તેલને છીનવી લે છે અને તેને ડ્રાય બનાવે છે, જો તમને એવું લાગે છે કે તમારી ત્વચા વધારે ઓઇલી છે તો વિશેષ રીતે ઓઇલી ત્વચા માટે એવા ફેસવોશનો ઉપયોગ કરો જે ત્વચાની પરતથી તેલ અને ગંદકી દૂર કરે. ચહેરાને સાબુથી ધોવો ડિશવોશ લિક્વિડ કે ડિટરજન્ટથી ધોવા બરાબર છે.
કેટલીક વખત સાબુથી ચહેરો ધોવા પર ખરાબ લાગવાની સાથે કરચલીઓ પડી જાય છે. સાબુ શરીરના અન્ય ભાગમાં યોગ્ય રીતે કામ કરે છે. પરંતુ તમારા ચહેરાની ત્વચા ખૂબ નાજૂક હોય છે જેથી તેને નુકસાન પહોંચે છે. જેથી સાબુને દૂર રાખો અને તેની જગ્યાએ સારી ક્વોલિટીનું ફેસવોશ લગાવો.
જરૂરી નથી કે દરેક સાબુ ત્વચા માટે નુકસાનકારક હોય શકે છે કેટલાક સાબુ જેમા જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોય જેનાથી ત્વચા મુલાયમ પણ બને છે.