ખારેક અને દૂધ આ બંને એવી વસ્તુઓ છે જેણે ખાવાથી શરીર બળવાન બને છે અને તમે ઉર્જાથી ભરપૂર રહો છો. પ્રાકૃતિક ચીકીત્સા અનુસાર દૂધ અને ખારેક એક મહત્વપૂર્ણ ઔષધ છે. આને ખાવાથી શરીરમાં થતા ઘણા રોગોથી તમે બચી શકો છો.
ખારેક ને ખાવાથી શરીરમાં ઈમ્યુન સીસ્ટમ બુસ્ટ થાય છે. ખારેકમાં ડાયટરી ફાયબર હોય છે. જેના કારણે આ પાચનતંત્ર ને મજબુત કરે છે. તેથી રોજ આનું સેવન કરવાથી શરીરને ઘણો ફાયદો થાય છે.ખારેકમાં ફ્લોરોઇડ મિનરલ્સ હોય છે. જે દાંતોમાં થતા સડાને મટાડે છે. સાથે જ આ દાંતને સ્ટ્રોંગ પણ બચાવે છે.જો ઘરમાં નાના બાળકો રાત્રે પથારીમાં પેશાબ કરી જતા હોય તો તેમને રોજ રાત્રે ૨ ખારેક ખવડાવવી અને ઉપરથી દૂધ પીવડાવી દેવું. આનાથી આ સમસ્યા દુર થશે.
ખારેક યુક્ત દૂધ પીવાથી તમને કબજિયાત ની સમસ્યા માં રાહત મળશે. ખારેકમાં પોટેશિયમ મળી આવે છે જે આ સમસ્યા મટાડવા ઉપયોગી છે.જો તમારે વજન વધારવું હોય અને કેટલું પણ ખાવા છતાં જો વજન ન વધે તો ખારેક વાળું દૂધ રોજ એક ગ્લાસ પીવું. આમાં શુગર, કાર્વ્સ, મિનરલ્સ અને પ્રોટીન ભરપૂર માત્રામાં મળી આવે છે. આ વજન વધારવા ઉપયોગી છે. જો તમે આ પ્રકારનું દૂધ પીશો તો તમને તરત જ ફાયદો જણાશે.
ખારેકમાં પોટેશિયમ હોય છે જે કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે. કોલેસ્ટ્રોલ જ હૃદય રોગમાં સૌથી વધારે જવાબદાર છે. જયારે આ દૂધ પીશો તો કોલેસ્ટ્રોલ જ નહિ તો હ્રદય રોગ થવાનો સવાલ જ નહિ ઉદ્ભવે.ખારેકમાં ઘણી માત્રામાં વિટામીન ‘એ’ અને ‘બી’ મળી આવે છે, જે સ્કીન માટે ફાયદાકારક છે. આનાથી ચહેરા પર કરચલી નથી પડતી અને બોડીમાં નવા સેલ્સનું નિર્માણ થાય છે.