મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની મહત્વપૂર્ણ જાણકારી તમે ક્યારે નહીં સાંભળી હોય..

0
117

શ્રી મલ્લિકાર્જુન સ્વામીએ ભારતના આંધ્ર પ્રદેશના શ્રી શૈલમમાં ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંનું એક છે. આ સ્થાન ૨૭૫ પાદલ પેત્ર સ્થાન્મમાંનુ એક છે. જ્યારે ભગવાન શિવ અને પાર્વતીએ તેમના પુત્ર ગણેશ અને કાર્તિકેય કે મુરુગનના વિવાહ કરવાનું નક્કી કર્યું ત્યારે પ્રથમ વિવાહ કોના થશે તેના પર વિવાદ થયો.

ભગવાન શિવ એ એવો નિવેડો લાવ્યો કે જે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પહેલો પાછો આવશે તેના વિવાહ પ્રથમ થશે. મુરુગન પોતાના વાહન પર આરુઢ થઈ પ્રક્ષક્ષિણા માટે નીકળી પડ્યાં. તેઓ પાછા આવે તે પહેલા શ્રી ગણેશે માતા પિતાની પ્રદક્ષિણા વિશ્વની પ્રદક્ષિણા સમાન છે તે શાસ્ત્રોક્તિ અનુસાર તેમની સાત વાર પ્રદક્ષિણા કરી લીધી.

ભગવાન શિવ એ વિશ્વરૂપનની પુત્રીઓ રિદ્ધિ અને બુદ્ધોઇના વિવાહ શ્રી ગણેશ સાથે કરી આપ્યાં. મુરુગન પાછાઆવીને આ વાત ની જાણથતાં ક્રોધે ભરાયા અને તેઓ તેઓ ક્રવુંજા નામના પર્વત પર કુમારબ્રહ્મચારીના નામે એકલા રહેવાં ચાલ્યાં ગયાં. પોતાના પિતાને મનાવવ માટે આવતાં જોઈને તેઓ અન્ય સ્થળે ચાલ્યાં ગયાં, પણ દેવસની વિનંતિથી તેઓ ત્યાં પાસે જ રોકાયા..

જે સ્થળે શઁકર અને પાર્વતી રોકાયા તે સ્થળ શ્રી શૈલમ તરીકે ઓળખાય છે. એમ કહેવાય છે કે દર અમાસે શંકર મુરુગનની મુલાકાતે આવે છે અને દર પુનમે પાર્વતી તેમને મળવા આવે છે. આ મઁદિરનું દ્વાર પૂર્વ દિશમાં છે. કેઁદ્રીય મંડપમાં ઘણાં સ્તંભો છે અને તેમાં નાડિકેશ્વરની ખૂબ મોટી મૂર્તિ છે. મહા શિવ રાત્રિ આ મંદિરનો સૌથી મહત્ત્વપૂર્ણ તહેવાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here