હિંદુ ઘર્મના મંદિરમાં ‘ડંકા’ ઓ લગાવવામાં આવે છે, આને પ્રાચીનકાળ થી લગાવવામાં આવ્યા છે. ‘ડંકા’ લગાવવાની શરૂઆત પ્રાચીન ઋષિ-મુનિઓએ કરી હતી. આ એક ભારતીય હિંદુ ઘર્મની પરંપરા છે, જેને બાદમાં બોદ્ધ ધર્મ અને ખ્રિસ્તી ધર્મએ અપનાવી.ભારત સિવાય જાપાનના બોધિષ્ઠ મંદિરોમાં પણ ‘ડંકો’ વગાડવાની પ્રથા છે.સોનું, ચાંદી, પિત્તળ, લોઢું, જસત અને સીસું વગેરેને મેળવીને ડંકો તૈયાર કરવામાં આવે છે. આમાં આ બધી વસ્તુઓ મિક્સ હોય એટલે તેને ચોમાસામાં પણ કાટ ન લાગે.તમને જાણીને નવાઈ લાગશે કે મંદિરમાં ડંકો વગાડવાથી તેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે.
જે ધાર્મિક સ્થળોએ રોજ ‘ડંકો’ વાગતો હોય તેને ‘જાગરૂક દેવ મંદિર’ કહેવામાં આવે છે. મંદિરના દેવી-દેવતાઓને જાગૃત કરવાનું કામ આ ‘ડંકો’ કરે છે. હકીકતમાં આની સાથે વૈજ્ઞાનિક કારણો પણ જોડાયેલ છે. આના અવાજથી વાતાવરણ પવિત્ર બને છે અને આસપાસ રહેલી નેગેટીવિટી દુર થઇ પોઝીટીવિટી ફેલાય છે.
