જયારે આપડા ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો લોકો ઉતાવળમાં હોય છે કે મૃત્યુ પામેલ વ્યક્તિના અંતિમ સંસ્કાર જલ્દી થઈ જાય. અમુક પરિસ્થિતિને બાદ કરતાં મોટા પ્રમાણમાં લોકો અંતિમવિધિ ફટાફટ કરતા હોય છે.
સામાન્ય રીતે તમે હંમેશા એક વસ્તું તમે એ પણ નોંધી હશે કે, મૃતકનાં સગા-વ્હાલાઓ કરતા તો આજુ-બાજુમાં રહેતા પડોશીઓને અંતિમ સંસ્કાર કરાવવાની ઉતાવળ વધુ હોય છે. પણ એવું તો શું હોય છે કે લોકો જલ્દીમાં જલ્દી મૃત શરીરને અગ્નિદાહ આપવા ઈચ્છે છે? આના પાછળ કોઈને કોઈ રહસ્ય તો ચોક્કસ હશે. આપ સૌ આ રહસ્યથી લગભગ અજાણ હશો એટલે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, લોકોને અંતિમ વિધિ કરાવવાની આટલી ઉતાવળ કેમ હોય છે? અને અંતિમ સંસ્કારનું સાચું મહત્વ શું છે ?
આપડા પ્રાચિનતમ ગરુડ પુરાણમાં લખ્યું છે કે, જ્યાં સુધી ગામ કે મોહલ્લામાં કોઈની લાશ પડી હોય ત્યાં સુધી ઘરમાં પૂજા-પાઠ નથી થતા. એટલું જ નહીં, ગરુડ પુરાણ મુજબ લોકો પોતાના ઘરમાં ચૂલો પણ ન સળગાવી શકે. મતલબ, આ પરિસ્થિતિમાં કોઈપણ શુભ કાર્ય ન કરી શકાય. અને બીજું એ કે જ્યાં સુધી શબ પડ્યું હોય ત્યાં સુધી સ્નાન પણ ન કરી શકાય.
ભારતીય શાસ્ત્રો અનુસાર જેટલા સમય માટે મરેલા શરીરની અંતિમવિધિ ન થઈ જાય ત્યાં સુધી બધા જ જરૂરી કામ અટકી જાય. એટલે લોકો અંતિમ સંસ્કારની વિધિ કરવામાં ખટકો રાખે છે. જ્યાં સુધી અંતિમ સંસ્કાર ન થાય ત્યાં સુધી મૃત શરીરની દેખભાળ રાખવી પડે છે કારણ કે, જો કોઈ જાનવર શરીરને અડકે તો એની દુર્ગતિ થાય છે.
આપડા વડવાઓ દ્વારા કરવામાં આવતી આ વિધિ એટલે કે અંતિમ સંસ્કાર કરવાનો ફાયદો મરનાર અને ઘરવાળા બન્નેને થાય છે. દુષ્ટ કે પાપી વ્યક્તિની સાચી પદ્ધતિ દ્વારા અંતિમ વિધિ કરવાથી એ દુર્ગતિથી બચી જાય છે. મર્યા બાદ એની આત્માને શાંતિ મળે છે. અગ્નિદાહ આપતા પહેલા રસ્તામાં પિંડ દાન કરવાથી દેવી-દેવતા અને દાનવો પણ ખુશ થઈ જાય છે અને લાશ અગ્નિદાહ માટે તૈયાર થઈ જાય છે.
આપડા સનાતન ધર્મમાં માણસનાં જન્મથી લઈને મૃત્યુ સુધી સોળ સંસ્કાર દર્શાવ્યા છે. સોળમો સંસ્કાર સૌથી છેલ્લો કે જેને અંતિમ સંસ્કાર કહેવામાં આવે છે. આ સોળમાં સંસ્કારમાં વ્યક્તિની છેલ્લી વિદાય અને અગ્નિદાહ થી લઈને ઘરની પુનઃશુદ્ધિ સુધી કરવામાં આવતી બધી જ ક્રિયાઓનો સમાવેશ થાય છે. ગરુડ પુરાણમાં વ્યક્તિની અંતિમ ક્રિયા સંબંધિત ઘણી બધી જાણકારી આપવામાં આવી છે જેનું પાલન કરવાથી મૃત વ્યક્તિની આત્માને શાંતિ મળે અને બીજો જન્મ લેવા માટેનો રસ્તો સરળ થઈ જાય છે.
આપડા ધર્મમાં સૂર્યાસ્ત પછી અગ્નિ-સંસ્કાર નથી થતા.આપડા ધર્મ ગ્રંથોના ઉપદેશ અનુસાર સૂર્યાસ્ત પછી ક્યારેય અગ્નિ સંસ્કાર થતા નથી. જો મૃત્યુ સૂર્યાસ્ત થઈ ગયા પછી થયું હોય તો એને બીજા દિવસે સવારે અગ્નિદાહ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, સૂર્યાસ્ત બાદ અગ્નિ-સંસ્કાર કરવાથી મૃત્યુ પામેલ વ્યક્તિને પરલોકમાં મુશ્કેલીઓ વેઠવી પડે છે અને આવનાર બીજા જન્મમાં શરીરનાં કોઈ અંગમાં ખોડખાંપણ રહી જાય છે.
શા માટે ઘડા દ્વારા કરવામાં આવે છે પરિક્રમા.મૃત્યુ બાદ મૃત શરીરને અગ્નિદાહ આપતી વખતે એક હોલ વાળા માટલામાં પાણી ભરીને ચિતા પર રાખેલ શબની પરિક્રમા કરવામાં આવે છે અને છેલ્લે પાછળની બાજુ ઘડાને પટકીને ફોડી નાખવામાં આવે છે. આ ક્રિયા એટલા માટે કરવામાં આવે છે કે જેથી કરી મૃત વ્યક્તિની આત્માને એના શરીર પ્રત્યેનો મોહ દૂર થાય.
આ ક્રિયા કરવા પાચલ પણ એક રહસ્ય છુપાયેલ છે, જીવન એક છિદ્ર જેવા ઘડા જેવું છે જેમાં આયુષ્ય-રૂપી પાણી દરેક ક્ષણ ટપકતુ રહે છે અને આખરે જીવાત્મા બધું જ છોડીને ચાલી જાય છે. જીવાત્મા પોતાનું જીવન સમાપ્ત કરીને મૃત્યુને પ્રાપ્ત થાય છે.
કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેના અંતિમ સંસ્કાર ની બધીજ વિધિ માત્ર ને માત્ર ગરુડ પુરાણ અનુસાર કરવા જોઈએ. ગરુડ પુરાણમાં દરેક બાબતનો ઉલ્લેખ જોવા મળે છે, જેમ કે શરીરને સળગાવતી વખતે મૃત શરીરનું માથું કઈ દિશામાં હોવું જોઈએ, ક્યારે રડવું અને ક્યારે અસ્થિ સંચય કરવું વગેરે..