નિત્ય તુલસી ની સેવા પૂજા કેવી રીતે કરવી?

તુલસીનો છોડ લગભગ બધા ના ઘરે જોવા મળે છે. હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે તુલસીનો છોડ ઘરમાં રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તુલસીજી નો સંસ્કૃત અર્થ થાય છે અદ્વિતીય એટલે કે તેના જેવું બીજું કોઈ છે નહીં. સંપૂર્ણ ભારતવર્ષમાં તુલસીનું પૂજા કરવામાં આવે છે. મોટેભાગે વિષ્ણુની પત્ની ની રૂપ માં તુલસીજીને આપણે ઓળખીએ છીએ.

હિન્દુ ધર્મમાં બે પ્રકારની તુલસી પૂજાય છે એક છે રામ તુલસી અને બીજી જ શ્યામ તુલસી. રામ તુલસીના પાંદડા લીલા હોય છે અને શ્યામ તુલસી ના પાંદડા ઘેરા રંગના શ્યામ પડતા હોય છે. આ પાંદડા વિષ્ણુ ભગવાનની પૂજા માટે મહત્વના છે. ઘણા હિન્દુઓ પોતાના ઘરની બહાર તુલસી રોપે છે ખાસ કરીને વૈષ્ણવના ઘરમાં તુલસી સૌ પ્રમાણમાં જોવા મળે છે.

તુલસીજીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તુલસીની પૂજા કરવામાં ફક્ત ભગવાન જ ખુશ નથી થતા આ છોડના બીજા પણ ઘણા આયુર્વેદિક લાભ પણ છે. સ્વાસ્થ્યવર્ધક તુલસી છે તથા નેગેટિવ એનર્જીને દૂર કરનાર પણ તુલસીજી કહેવાય છે. તુલસીજીને દેવી લક્ષ્મીજી નું સ્વરૂપ માનવામાં આવે છે.

દરરોજ સવાર-સાંજ તુલસીજીની જે ઘરમાં પૂજા થાય છે તે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે છે તેમાં તુલસીની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. પરંતુ તુલસીના છોડમાં કેટલીક ખાસ બાબતો ધ્યાનમાં રાખવા જેવી હોય છે. ત્યારે જ આપણને શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

સૌપ્રથમ આપણે જાણીએ કે તુલસી ની પૂજા ની વિધિ કઈ છે
સૌથી વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઇએ અને ત્યારબાદ તુલસીજીના છોડની પૂજા કરવી જોઈએ. તુલસીની પૂજા કરતી વખતે પૂર્વ દિશા તરફ રહીને તુલસીના છોડને પ્રણામ કરવા જોઈએ. ત્યારબાદ શુદ્ધ જળ પણ કરવું જોઈએ. શુદ્ધ ઘીનો દીવો કરીને તુલસીજીની આરતી ઉતારવી જોઈએ. અને સુખ-સમૃદ્ધિની કામના કરવી જોઈએ.

તુલસીજી ઉપર જળ ચઢાવવાની વિધિ ની રીત શું છે?

જળ હંમેશા તુલસીજીના મૂળ ઉપર દેવું જોઈએ. આને ચડાવતી વખતે ત્રણ વખત પ્રદક્ષિણા કરવી જોઈએ. સૌપ્રથમ તુલસીજીના મૂળ પર ચડાવી અને એક વાર પ્રદક્ષિણા કરી ત્યાર પછી બીજીવાર ચડાવીને પ્રદક્ષિણા કરવી જોઈએ. ત્રીજી વાર પણ જળ ચઢાવીને ફરી પ્રદક્ષિણા કરવી જોઈએ. અને ત્યારબાદ બચેલું ઝાડ તુલસીજીના અગ્રભાગમાં ચઢાવી દેવું જોઈએ.

તુલસીનો છોડ ઘરમાં વાવવા માટે કારતક મહિનો સૌથી શુભ માનવામાં આવે છે. આ કાર્તિક માસમાં તુલસીનું પૂજન તુલસીજીને રોપવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તુલસીનો છોડ ગુરુવાર કે શુક્રવારે ઘરમાં લાવવો જોઈએ શુભ માનવામાં આવે છે. તુલસીનો છોડ સવારે અથવા સાંજના સમયે વાવ વો સારો કહેવાય છે.

Leave a Reply

Your email address will not be published.