ભારત દેશની અંદર ઘણા બધા પ્રાચીન મંદિરો આવેલા પરંતુ આ મંદિર નથી એક નદી ની વાત કરવામાં આવેલી છે. કર્ણાટકના સીરસી શહેરની બાજુમાં વહેતી શાલમાલાની નદીમાં બનેલ શિવલિંગ લોકોને માટે શ્રદ્ધા અને એક આશ્ચર્યનો વિષય છે.
આ શિવલિંગનુ પ્રમાણ હજારો વર્ષ કરતા પણ જૂની છે. આ શિવલિંગ કોણે બનાવ્યા કઈ રીતે બનાવ્યા તે કંઈ ખાસ જાણવા મળ્યું નથી પરંતુ આ શિવલિંગનું નામ સહસ્ત્રલિંગ કહેવામાં આવે છે. આ શિવલિંગ નદીના પથ્થરો પર બનેલ છે. શિવલિંગ સિવાય નદીના આ પથ્થરો પર નંદી, સાપ અને બીજા ચિત્રો પણ બનેલા છે. અહીનું દ્રશ્ય ખુબજ સુંદર છે. પ્રકૃતિની સાથે અહી ધાર્મિકતાનુ અદભૂત સંગમ થાય છે.
