શું શિવલિંગ સાથે વિજ્ઞાન નો કોઈ સંબંધ છે? જવાબ છે હા બિલકુલ છે અને ખૂબ ઊંડો સંબંધ છે.કેવી રીતે? આવો જાણીએ.

  • by

માત્ર ન્યુક્લિયર રીએક્ટર સિવાય ભારત માં આવેલા 12 જ્યોતિર્લિંગ માં થી કોઈપણ જ્યોતિર્લિંગ નું રેડિયેશન સ્તર ખૂબ ઉંચુ જોવા મળે છે, એટલે કે તેમાં થી એટલી બધી ઉર્જા નો પ્રવાહ જોઈ શકાય છે અમે એટલેજ તેના પર હંમેશા જળ ચઢાવવામાં આવે છે જેથી તે શાંત રહે.
એટલુંજ નહીં મહાદેવ ને પ્રિય તમામ વસ્તુઓ જેમ કે ધતુરો,બીલીપત્ર,જાસૂદ ના ફૂલ વગેરે પણ રેડીયોએક્ટિવ તરંગો ને શૉષિત કરે તેવા ગુણધર્મો ધરાવે છે.અને શિવલીંગ પર ચઢાવવામાં આવતું પાણી પણ રેડીયોએક્ટિવ બની જાય છે એટલેજ તેના નિકાલ ની વ્યવસ્થા ને ઓળંગવાની મનાય હોય છે.

ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) નું નામ આપણે સૌ એ સાંભળ્યું જ હશે, ભારત ના પરમાણુ કાર્યક્રમો ચલાવતું અને સંશોધન કરતું એક સરકારી સંસ્થાન છે, જેનો આકાર પણ શિવલિંગ સાથે બિલકુલ મળતો આવે છે. આટલું જાણતા આપણને ખ્યાલ આવે કે હિંદુ સંસ્કૃતિ માં કેટલું વૈજ્ઞાનિક તથ્ય સમાયેલું છે.
એટલેજ આપણો સનાતન હિંદુ ધર્મ એટલું મહત્વ ધરાવે છે, આપણો હિંદુ ધર્મ હંમેશા થી વૈજ્ઞાનિક તથ્યો થી જોડાયેલો છે જેના દરેક રીતરિવાજ અને વિધિવિધાન સાથે કોઈને કોઈ વિજ્ઞાન જોડાયેલું છે. એટલુંજ નહીં દોસ્તો ભારત માં આવેલા બધા મહત્વ ના શિવલિંગો એક સીધી રેખા માં આવેલા છે જેમાં કેદારનાથ થી રામેશ્વરમ સુધી ના શિવલિંગ સામેલ છે. આ ખૂબ આશ્ચર્યજનક બાબત છે.

કેમકે આટલા વર્ષો પહેલા આપણા પૂર્વજો પાસે એવી કઇ ટેકનોલોજી કે સંસાધનો હશે કે ઉત્તરાખંડ નું કેદારનાથ, તેલંગાણા નું કાલેશ્વરમ, આંધ્રપ્રદેશ નું કાલહસ્તી,તામિલનાડુ નું એકંબરેશ્વર અને ચિદમ્બરમ અને રામેશ્વરમ એકજ સીધી રેખા માં બનાવી શક્યા છે. કેદારનાથ થી રામેશ્વરમ વચ્ચે 2338 કિલોમીટર નું અંતર છે પરંતુ વચ્ચે આવતા આ બધા મંદિરો એકજ સીધી રેખા માં આવેલા છે, અદભુત ક્ષમતા હતી આપણા પૂર્વજો માં.અને આ બધા શિવલિંગો માં ઉજ્જૈન નું મહાકાલેશ્વર બિલકુલ મધ્ય ગણાય છે અને એટલેજ ત્યાં આજે સૂર્ય પર અને જ્યોતિષ પર અભ્યાસ માટે ની અલગ સુવિધાઓ ઉભી કરવા માં આવી છે.જ્યારે આજ થી 100 વર્ષ પહેલાં પૃથ્વી પર ની કર્ક રેખા નક્કી કરવામાં આવી તેનું પણ મધ્ય કેન્દ્ર ઉજ્જૈન જ છે.

શિવલિંગ રચનાત્મકતા અને વિનાશકતા બંને નું પ્રતીક માનવામાં આવે છે, અને માત્ર ભારત માંજ નહીં પરંતુ બેબીલોન ના ખોદકામ દરમ્યાન પણ શિવલિંગ મળી આવ્યા છે, તેમજ હડપ્પા અને મોંહે જો દરો માં પણ પ્રાચીન શિવલિંગ મળી આવેલ છે.

આપણે સૌ જાણીએ છીએ કે પ્રભુ શ્રી રામ દ્વારા પણ લંકા ગમન કરતા પહેલા રામેશ્વરમ ની સ્થાપના કરી હતી જે આજેપણ એટલુંજ પ્રભાવશાળી ક્ષેત્ર છે.દોસ્તો સનાતન હિંદુધર્મ એટલેજ મહાન છે કેમ કે માત્ર અંધશ્રદ્ધા કે જાણ્યા વગર ના વિધિવિધાન નહીં પરંતુ સંપૂર્ણ વૈજ્ઞાનિક આધાર અને કારણો તેમાં જોડાયેલા છે.પરંતુ અફસોસ ની વાત એ છે કે આજે અમુક સંપ્રદાયો દ્વારા સનાતન હિન્દૂ ધર્મ ના દેવતાઓ અથવા દેવાધિદેવ મહાદેવ ને પણ મનઘડંત રીતે આલેખવા માં આવે છે. ત્યારે આપણે સૌ સનાતન હિંદુ ધર્મ ની રક્ષા અને ઉત્થાન માટે કાર્યાન્વિત થઈએ અને બીજા મિત્રો ને પણ જાગૃત કરીયે.

Leave a Reply

Your email address will not be published.