વિરપુર નું અન્નક્ષેત્ર દાન વગર કઈ રીતે ચાલે છે.?જાણવા માટે અહીં ક્લિક કરો…

સંતભૂમિ સૌરાષ્ટ્રની એમાં રૂડું વીરપુર ગામ બાપા જલારામ બિરાજતા અને બાપા સીતારામ જેના નામની અત્યારે ગામડે ગામડે અને શહેરે-શહેરે બલીહારી ચાલે છે. સ્વરમ સંતજિ નું નામ લઈએ તો મસ્તક ઝૂકી જાય. વીરપુર જલારામ બાપાનું મંદિર આખા જગતમાં તથા દેશમાં વિદેશમાં પણ પ્રસિદ્ધ છે.

શ્રી જલારામ બાપાનો જન્મ ઈ. સ. વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર પુર મા થયો હતો. તે ભગવાન રામના પરમ ભક્ત હતા .ગુજરાત માં રાજકોટ જિલ્લામાં આવેલા વીરપુરમાં લોહાણા ગૃહસ્થને ઘેર રાજબાઈ માતાની કૂખે જન્મેલા જલારામ ની મુખે માત્ર પાંચ વર્ષની ઉંમર એ રામ રામ સીતારામ નો મંત્ર બોલતાં હતાં . પિતા વ્યાપારી હતા. ગામમાં એમની નાનકડી હાટડી હતી.

વેપારીના દીકરાને ઘણું ભણવું તો પડે જ એટલે પિતાએ એને નિશાળમાં ભણવા મૂકયો. પણ બાળક જલારામનું ચિત્ત ભણવા ગણવા કરતા સાધુ-સંતો તરફ વધારે સાધુ ને જોઈ તેનો હાથ પકડીને ઘેર જમવા તેડી લાવે. આમ નાનપણથી જ તેમના આમાં ભક્તિ ના બીજ રોપાયા હતા. ૧૮૧૬ ની સાલમાં સોળ વર્ષની ઉંમરે એક તેના લગ્ન વીરબાઈ સાથે કરવામાં આવ્યા.

વીરબાઇ પણ ધાર્મિક અને સંત આત્મા હતા. આથી તેમને પણ જલારામ બાપા સાથે સંસાર કૃતિઓમાંથી વિરકતીઓ લઈ. અને જરૂરિયાત મંદો ની સેવામાં કાર્યમાં ઝંપલાવ્યું. જલારામબાપા અઢાર વર્ષની ઉંમરે ગુજરાતના ફતેપુરના ભોજલરામ ને ગુરુ બનાવ્યા. ભોજા ભગતે તેમને ઘણું મંત્ર માળા અને શ્રી રામનું નામ આપ્યું.

તેમના ગુરુના આશીર્વાદથી સદાવ્રતની શરૂઆત કરી. સદાવ્રત એવું સ્થળ છે કે જ્યાં સાધુ-સંતો આને જરૂરિયાત મંદ લોકો ને વર્ષના બારે મહિના અને 24 કલાક ભોજન નિયમિત મળે તેવી વ્યવસ્થા આપવામાં આવે છે. એક દિવસ એક સાધુ ત્યાં આવ્યા અને રામની મૂર્તિ આપી અને ભવિષ્યવાણી કરી ભવિષ્યમાં હનુમાનજી આવશે.

જલારામે તે રામની મૂર્તિ ભગવાન તરીકે સ્થાપના કરી. અને તેના થોડા દિવસ બાદ જમીનમાંથી સ્વયંભૂ હનુમાન મૂર્તિ મળી આવી. આ સાથે ત્યાં સીતા અને લક્ષ્મણ ની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી. પાંચ સ્થળેથી કોઈપણ ભોજન લીધા વિના પાછું જતું નથી.

આ બધું કાર્ય જલારામે શરૂ કર્યું પોતાની પત્નિ વિરબાઈ ના સહયોગથી. પાછલા વર્ષોમાં ગામ વાળા ઓ પણ આ સેવાના કાર્યમાં જલારામને સહયોગ આપ્યો. તેમ માનવામાં આવે છે કે તેની પાસે રહેલા ચમત્કારી અક્ષય પાત્રની કારણે અન્નની ખોટ થતી નથી.ત્યારબાદ થોડા સમયમાં અવતારી પુરુષ તરીકે તેમની ખ્યાતિ પ્રસરવા માંડી.

વીરપુર આવતા દરેક વ્યક્તિને નાતજાતની ભેદ વગર બાપા દ્વારા ભોજન અપાતુ. આજે પણ ગુજરાતમાં વિરપુર માં ભોજન આપવાની પરંપરા ચાલુ છે. એક સમયે હરજી નામના દરજી તેમની પાસે પિતાના પેટના દર્દ ની ફરિયાદ લઈને ઈલાજ માટે આવ્યા.

જલારામે તેમના માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી. અને તેમનો દર્દ શમી ગયું. આમ તથા તેમના સંત જલારામના ચરણે પડી ગયા. અને તેમને બાપા કહીને સંબોધ્યા. ત્યારથી તેમનું નામ જલારામબાપા કહેવાયું. આ ઘટના પછી લોકો તેમની પાસે દુખીયા ના ઈલાજ માટે અન્ય દુઃખો લઈને આવવા લાગ્યા. જલારામ બાપા ભગવાન રામ પાસે લોકો માટે પ્રાર્થના કરતા. અને લોકોના દુઃખ દૂર થઈ જતા.

Leave a Reply

Your email address will not be published.