વિશ્વનું સૌથી અમીર ગામ, દરેક ઘરમાં દસ-દસ રૂમ અને આવી આધુનિક સુવિધા જાણીને દંગ થઈ જશો જાણો..

  • by

દરેક ઘરમાં દસ-દસ રૂમ ગામમાં સીતેરથી વધારે ફેક્ટરી દરેક વ્યક્તિ પાસે ઓછામાં ઓછા 50 લાખથી વધારે રકમ જમા. આપણે સૌ ભારતમાં રહીએ છીએ અને ભારત એક ખેતી-પ્રધાન દેશ છે તેથી ગામડા વિશે આપણે જાણીએ છીએ. અમુક ગામડાઓ તેની સ્વચ્છતાને કારણે ઓળખાતાં હોય તો અમુક ગામડાઓ તેની ગંદકીને લીધે ઓળખાતાં હોય છે.

ક્યારેય આપણને પણ વિચાર આવે કે, જો તમે ગામડામાં રહેતા હોય તો તમે પણ આ પ્રકારની સુવિધાઓ ક્યારેય મળી શકશે ખરી તેવું વિચારો છો. પરંતુ આજ આપણે એક એવાં ગામની વાત કરીશું જે મોટા-મોટા શહેરને પણ પાછળ છોડી દે તેવી સગવડતાઓ સાથે જીવન પસાર કરે છે. અને તે ખરેખર સાચી વાત છે.

દુનિયાનો એક એવો દેશ સૌથી વધારે વસ્તી ધરાવતો અને તેનું જ ચીનનું એક ગામ જ્યાંના દરેક વ્યક્તિ લાખો પતિ છે. ચીનનું જિયાંગ્સુ શહેરમાં આવેલ ગામ જેનું નામ છે વાક્શી છે. તેને ચીનમાં સુપર ગામ અને દુનિયાનું સૌથી અમીર ગામ કહેવાય છે. આ ગામના દરેક માણસો પાસે પોતાનું આલીશાન ઘર પોતાની ફોરવીલ અને મોટા પ્રમાણમાં રોકડ-રકમ છે.

ચીનના શંધાઈથી એકસો પાંત્રીસ કિલો મીટર દુર આ ગામમાં આજ પણ મોટા પ્રમાણમાં મલ્ટીનેશનલ કંપનીઓ છે, અને ત્યાં મોટા-પ્રમાણમાં ખેતી પણ કરવામાં આવે છે. ૨૦૧૪ માં દરેક વ્યક્તિની વર્ષની આવક લાખો રૂપિયા હતી. એવું નથી આ ગામ શરુઆતથી રૂપિયાવાળું છે. ૧૯૬૧માં આ ગામ એકદમ ગરીબ હતું. આ ગામમાં ૧૯૯૦ના સમયમાં એક કંપની આવી તે કંપનીમાં ગામના દરેક વ્યક્તિ શેર હોલ્ડર બન્યા. અને ત્યારબાદ ગામની કિસ્મત બદલાઈ.

આ ગામમાં બનેલ ૭૨ માળની બિલ્ડીંગ ૬૦માં માળે બનેલ બળદની મૂર્તિમાં લાખો કિલો સોનાનો ઉપયોગ થયો છે. ગામના વધારે પડતાં ઘર એક જેવા છે અને દરેક ઘરમાં દસ-દસ રૂમ છે. નજીકથી જોવાથી તે ઘર ઘર નહી પરંતુ હોટલ હોય તેવું દેખાય છે. તેમાં સુવિધા વિદેશીઓના મકાન કરતાં પણ વધારે હોય છે.

આ ગામના લોકો પોતાના સરકારને પણ ખૂબ સપોર્ટ કરે છે. આ ગામના દરેક ઘરની એસી ટકા આવક ટેક્સ ભરવામાં જાય છે. અહીંની દરેક વ્યક્તિ ટેક્સ ભરવામાં જરાય બેઈમાની કરતાં નથી. સમયસર ટેક્સ જમા કરાવવાથી સરકાર પણ તેમને ખૂબ મદદ કરે છે. સરકાર તરફથી લકજરી વિલા-ફોરવીલ, લગ્જરી હોટલોમા જમવાનું, સ્વાસ્થ્ય સુવિધા, તેમજ ફરવા માટે હેલિકોપ્ટર જેવી અનેક સુવિધાઓ ફ્રી આપવામાં આવે છે.

આપણા વિચાર કરતાં પણ વધારે સુવિધાઓ આ ગામમાં છે ગામની વચ્ચો વચ્ચ લૌન્ગીઝી ઈન્ટરનેશનલ હોટલ. ગામમાં જ એરપોર્ટ બનાવેલ છે. ગામમાં ૨૫ હજારથી વધારે મજુર કામ કરે છે. પચાસ વર્ષથી મોટી ઉમરની સ્ત્રીઓ અને પંચાવન વર્ષથી મોટી ઉંમરના પુરુષોને દર મહીને સરકાર તરફથી પેન્શન આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *