યુરિન ની બળતરા દૂર કરવાના ઘરેલુ ઉપાય…

  • by

ઘણીવાર યુરિન પાસ કરતી વખતે બળતરા થતી હોય છે કે દુખાવો થતો હોય છે. આ સમસ્યા ઉનાળામાં વધારે થતી હોય છે. ઉનાળામાં ગરમીના કારણે આવું થતું હોય છે. અથવા તો જે સમયે પાણી ઓછું પીવાયું હોય ત્યારે યુરિન પાસ કરતી વખતે તેમાં બળતરા થાય તે સ્વાભાવિક છે.

આ સિવાય પણ બીજા ઘણા કારણો હોય છે. જેમ કે, શરીરમાં ગરમી વધારે હોય તો, મૂત્ર માર્ગમાં કોઈ ઇન્ફેક્શન થયું હોય તો, દવાના સેવનને કારણે, પથરીને કારણે, શરીરમાં પાણીની કમી ને કારણે, વધારે પડતું તીખું ખાવાને કારણે,. આપણે યુરિનમાં બળતરા થાય ત્યારે મોટે ભાગે તેને અવગણતા હોઈએ છીએ આવું ન કરતા અમુક ઘરેલુ ઉપાય અજમાવવા જોઈએ.

સફરજનનો સરકો:-
સફરજનના સરકામાં બેક્ટેરિયા વિરોધી અને ફંગલ વિરોધી ગુણ હોય છે, જે યુરિન ની બળતરાને દૂર કરવાનું કામ કરે છે. યુરિનમાં બળતરા અને દુખાવો મટાડવાના ઘરેલુ નુસખા તરીકે તમે સફરજનના સરકા નો ઉપયોગ કરી શકો છો. આ ઘણો જ અસરકારક ઉપાય છે. આ માટે તમે સફરજનના સરકારને દિવસમાં બે વાર એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી નાખી તેમાં એક ચમચી મધ ભેળવીને પીવું. આ મિશ્રણ પીવાથી શરીરની બળતરા દૂર થશે.

લીંબુ:- લીંબુ શરીર માટે ઉત્તમ છે. તે વિટામીન-સીનો સૌથી મોટો સ્ત્રોત છે. તે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે તે આપણે જાણીએ જ છીએ. હાલના સમય માટે તે આપણા માટે ખુબ જરૂરી છે, સાથે સાથે લીંબુ યુરિનમાં થતી બળતરા રોકવા નું પણ કામ કરે છે.

આ માટે તમે સવારના સમયે ખાલી પેટ એક ગ્લાસ પાણી માં લીંબુ નો રસ મિક્સ કરી તેમાં એક ચમચી મધ ભેળવીને તેનું સેવન કરો. યાદ રહે કે આ ઉપાયમાં હૂંફાળું કે તેથી થોડું વધારે ગરમ મતલબ કે તમે પી શકો તેટલું ગરમ પાણી હોવું જરૂરી છે. આ ઉપાય અજમાવાથી urine સારી રીતે પાસ થવા લાગશે.

તરબૂચ:- જો ઉનાળાની સિઝનમાં યુરીનમાં સ્મરણયાત્રા થતી હોય તો તરબૂચ તેના માટે શ્રેષ્ઠ ઉપાય બની રહેશે. ઉનાળા માં ગરમી ને કારણે પરસેવાનું પ્રમાણ વધી જંતુ હોય છે.,વળી આપણાં માંથી ઘણા ને સાવ ઓછું પાણી પીવાની આદત હોય છે, પાણી પીધા વગર જ્યાં સુધી ચાલે ત્યાં સુધી લોકો ચલાવતા હોય છે, મતલબ કે ખૂબ તરસ લાગે તો જ પાણી પીવાતું હોય છે. બાકી લોકો ભૂલી જ જાય છે કે સમયાંતરે પાણી પીવું જરૂરી છે.

એવી સમયે પરસેવાથી થયેલી શરીરની અંદરની પાણીની કમી ને ભરપાઇ ન કરીએ તો ડીહાઇડ્રેશન તો થાય જ છે.સાથે સાથે પેશાબમાં બળતરા પણ થાય છે. આ રોકવા માટે ઉનાળા માં તરબૂચ ખાવું જોઈએ.તરબૂચ નો ૮૩% ભાગ પાણી નો છે, જે શરીર ને પાણી અને બીજા મિનરલ્સ પણ પૂરા પાડશે, અને પેશાબ માં થતી બળતરાને અટકાવશે.

કાકડી:- કાકડી માં પણ પાણીનો ભાગ ઘણો હોય છે. અલબત્ત,તેમાં પણ બે પ્રકાર આવે છે,એક તો ખીરા જે દેખાવે ડાર્ક ગ્રીન કલરની સાવ નાની દૂધી હોય તેવી લાગે છે,જ્યારે બીજી દેશી કાકડી અને ખીરાની સરખામણી માં ખીરા માં પાણી નો ભાગ વધારે હોય છે. રોજ સવારે એક કપ કાકડી ના કે ખીરામાં જ્યુસમાં એક ચમચી મધ અને લીંબુ નીચોવીને પીવાથી યુરિન ની બળતરા માંથી છુટકારો મળશે.

પાણી વધારે પીવું:- યુરિનનમાં બળતરા સાવ જ ઓછું પાણી પીવાથી થતી હોય છે.,એનાથી બચવા માટે જેટલું પી શકો તેટલું વધારે પાણી પીવું. દર અડધા કલાકે અડધો ગ્લાસ પાણી થી પાણી પીવાથી ડીહાઈડ્રેશન નહિ થાય, યુરિન માં બળતરા નહિ થાય,ત્વચા સારી રહેશે અને શરીર નો કચરો પણ દૂર થશે.

Leave a Reply

Your email address will not be published.